ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- નાની નગરપાલિકાઓની આવક ઓછી હોય છે
રાજ્યની C અને D પ્રકારની પાલિકા મળી કુલ 104 પાલિકાઓની પૂરતા પ્રમાણમાં આવક નહીં હોવાથી જાળવણી ખર્ચની તકલીફ ઉભી થઇ છે. આ માટે નગરપાલિકાઓના સત્તાધીશોએ રાજય સરકારમાં એવી રજૂઆત કરી છે કે, સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ગ્રાન્ટની 10 ટકા જેટલી રકમ જાળવણી ખર્ચ પેટે ફાળવવામાં આવે તો પાલિકાઓ મેઇન્ટેન્સ યોગ્ય રીતે કરી શકે છે.
રાજ્યની C 60 અને D પ્રકારની 44 મળી કુલ 104 નગરપાલિકાઓથી જાળવણી ખર્ચ ઉભો થઇ શકતો નથી. મોટી પાલિકાઓ A અને B પ્રકારની તેમાં જાળવણી ખર્ચ ઉભો થઇ શકે છે તેવું પાલિકાના સત્તાધીશોનું જ કહેવું છે, ઉલ્લેખનીય છે કે, ડી પ્રકારની પાલિકામાં 15 થી 25 લાખની વસ્તી ધરાવતી પાલિકાઓનો સમાવેશ થાય છે. જયારે સી પ્રકારની પાલિકામાં 25થી 50 લાખની વસ્તી ધરાવતી પાલિકાઓનો સમાવેશ થાય છે.
.