અમદાવાદ39 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ડી ટુ ડી ઈજનેરીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર
એસીપીડીસીએ બુધવારે ડિપ્લોમા ટુ ડીગ્રી ઈજનેરીની કુલ 131 કોલેજોની (ચાલુ વર્ષની 6782 તેમજ અગાઉના વર્ષોની ખાલી 42430 બેઠકો મળીને) કુલ 49212 બેઠકો માટે 10,214 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટમાં સમાવેશ કર્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓની મોક રાઉન્ડ માટેની ચોઈસ ફિલિંગની કાર્યવાહી 17-20 ઓગસ્ટ સુધી રાખવામાં આવી છે. બીજી તરફ 23 ઓગસ્ટે મોક રાઉન્ડનું-કામ ચલાઉ સીટ એલોટમેન્ટનુ પરિણામ જાહેર કરાશે.
પ્રવેશ કમિટીના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જીટીયુની ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષા 19 જુલાઈએ પૂરી થઈ હતી, બીજી તરફ ડિગ્રી ઈજનેરીના ત્રીજા સેમેસ્ટરનો પ્રારંભ 17 ઓગસ્ટે નિર્ધારિત છે. તેવામાં કમિટીએ 16 ઓગસ્ટના રોજ મેરિટ યાદી જાહેર કરાઈ છે. આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડિપ્લોમા ઈજનેરીના વિદ્યાર્થીઓ રેગ્યુલર વિદ્યાર્થી સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકશે જે મહત્વપૂર્ણ બાબત છે.
પ્રવેશ વર્ષ 2022-23માં કુલ 40,459 બેઠકો સામે કુલ 14,880 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલો હતો, વધુમાં વર્ષ 2020થી એઆઈસીટીઈની માર્ગદર્શિકા અન્વયે લઘુતમ લાયકાત ધરાવતા ડિપ્લોમા ઈજનેરી પાસ કરેલ વિદ્યાર્થી ડિગ્રી ઈજનેરીની કોઈ પણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકશે. વધુ માહિતી પ્રવેશ કમિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
અગાઉના વર્ષોની 42,430 બેઠકનો સમાવેશ
કોલેજ | સંખ્યા | 10 ટકા | અગાઉની | કુલ |
લેખે બેઠકો | ખાલી બેઠકો | બેઠકો | ||
સરકારી-અર્ધ સરકારી |
19 | 1165 | 5948 | 7113 |
સ્વ નિર્ભર | 112 | 5617 | 36482 | 42099 |
કુલ કોલેજ | 131 | 6782 | 42430 | 49212 |
.