કચ્છ (ભુજ )37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર
કચ્છના પશ્ચિમી દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી માદક પદાર્થ મળવાનો સિલસિલો લગાતાર યથાવત રહેવા પામ્યો છે. આજે બુધવારે સાંજે જખૌ મરીન પોલીસ, સ્ટેટ આઇબી અને બીએસએફ ની સયુંકત કામગીરી દરમિયાન અબડાસા તાલુકાનાં પિંગ્લેશ્વર અને સીંઘોડી વચ્ચેના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. મળી આવેલો માદક પદાર્થના પેકેટ ચરસના હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ સ્થળ પર પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાનું અને પેકેટ અંદરના તત્વને ખરાઈ માટે FSL માં મોકલવાની તજવીજ ચાલી રહ્યાંનું જાણવા મળ્યું હતું.
જખૌ પીએસઆઇ વીએમ ડામોરે ચરસના 10 પેકેટ પકડાયા હોવાની વાતને સમર્થન આપી gnews24x7ને જણાવ્યું હતું કે હાલ પકડાયેલા નશીલા પદાર્થના જથ્થાને આગળની તપાસ માટે પોલીસ મથકે લઇ જવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરીમાં બીએસએફ, સ્ટેટ આઇબીની ટીમ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે.