સુરત36 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સૌરાષ્ટ્રમાં મહુવા-ગઢસીસા ખાતેના કેપી હાઉસ કંપનીના પ્રોજેક્ટ માટે રૂપિયા લીધા હતા
- ઓમવીરસિંગ ઇડીના અધિકારીની ઓળખ આપી ઠગાઇ કરતો હોવાનું બહાર આવ્યું
ઇડીના અધિકારી તરીકેની ઓળખ આપીને વિન્ડ પાવર પ્રોજેક્ટને આગળ વધારવા માટે સુરતની કંપની પાસેથી રૂા.2.10 કરોડ ઉઘરાવી લઇને કામ નહીં કરનાર ઇસમની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, પુણા બોમ્બે માર્કેટ પાસે સુરભી કો.ઓ. હાઉસીંગ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ રાધેકાંત સીંગ 25 વર્ષથી કેનાલ રોડ ઉપર પવન ચક્કી ડેવલપ કરવાનું કામ કરતી કે.પી. એનર્જી લીમીટેડ (કે.પી. હાઉસ) હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. 2017-18માં ગુજરાત સરકાર તરફથી વિન્ડ પાવર પ્રોજેક્ટનું એક ટેન્ડર બહાર પડાયુ હતું. જેમાં કે.પી. હાઉસે ટેન્ડર ભર્યું હતુ પરંતુ સ્થાનિક લોકોના વિરોધના કારણે પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો.
દોઢ વર્ષ સુધી પ્રોજેક્ટ અટક્યા બાદ કંપનીના સીઇ.ઓ. આશિષ મિઠાણીની મુલાકાત મુળ ઉત્તરાખંડના હરિદ્વારના જવાલપુરના રૂષભ ટાવરમાં રહેતા ઓમવીરસીંગ વિજયપ્રકાશસીંગની સાથે થઇ હતી. ત્યારે સૌરાષ્ટ્રના મહુવા તેમજ ગઢસીસા ગામે પ્રોજેક્ટ આગળ વધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવાનો આદેશ કરીને ગઢસીસાના પ્રોજેક્ટ માટે રૂા. 64.90 કરોડ અને મહુવાના પ્રોજેક્ટ માટે 1.77 કરોડનો વર્કઓર્ડર તૈયાર રાખવા જણાવાયું હતું.
આશિષભાઇએ કંપનીના રૂા.2.10 કરોડ ઓનલાઇન ઓમવીરસિંગના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વારંવાર આશિષભાઇ તેમજ પ્રવિણભાઇએ ઓમવીરસિંગની પાસે કામનું ફોલોઅપ લીધુ હતુ પરંતુ કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, બીજી તરફ કંપનીમાંથી આ રૂપિયાની ઉઘરાણી શરૂ થઇ હતી. આ દરમિયાન ઓમવીરસીંગે ફોન ઉપાડવાનું બંધ કરીને માત્ર વ્હોટ્સએપ કોલમાં જ જવાબ આપતો હતો.ત્યાં જ ઓમવીરસિંગની પોલીસે ધરપકડ કરીને પોતે ઇડીના અધિકારી તરીકે ઓળખ આપી લોકો સાથે ઠગાઇ કરતો હોવાનું બહાર આવતા પ્રવિણભાઇએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું કાર્ડ આપ્યું હતું
તા. 14-08-2021ના રોજ પ્રવિણભાઇએ કંપનીના સીઇઓ આશિષભાઇની ઓફિસમાં ગયા હતા જ્યાં તેમની મુલાકાત ઓમવીરસીંગ સાથે થઇ હતી. ઓમવીરસીંગે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું જેમાં તેનો હોદ્દો ફાયનાન્સ એડવાઇઝર એન્ડ ઓડીટર મીનીસ્ટ્રી ઓફ હોમ એફર્સ લખ્યું હતું.
.