દાહોદ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ત્રણ અજાણ્યા ઈસમોએ દાહોદના ચોસાલા ગામના એક યુવકને ધની ફાયનાન્સની લોન પાસ થઈ ગઈ છે તેમ જણાવ્યુ હતુ.લાલચ આપી અલગ અલગ પ્રોસેસના નામે ગુગલ પે તથા ફોન પે મારફતે રૂા.1.10 લાખ ઓનલાઈન મંગાવી છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ખોટા નામે દસ્તાવેજો મંગાવી લીધા
ચોસાલા ગામના ડુંગરી ફળિયામાં રહેતા 31 વર્ષીય રાકેશભાઈ બચુભાઈ ડામોર ફેસબુકમાં આવેલ લીન્કમાં ધની ફાઈનાન્સમાંથી રૂપિયા આઠ લાખની લોન મેળવવા રજીસ્ટેશન કરાવતા તમારી લોન પાસ થઈ ગઈ છે. તેમ જણાવી તા.17/7/23 થી24/7/23 સુધીમાં અલગ અલગ પ્રોસેસના નામે અલગ અલગ મોબાઈલ નંબરના ધારકોએ રાકેશષભાઈ બચુભાઈ ડામોરને આનંદકુમાર યાદવ, તઈફ કમરૂદ્દીન શેખ તથા આદિત્ય રાજના ખોટા નામે ફોન કરીને તેમના આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્કની પાસબુકના ફોટા વોટસએપ મારફતે મંગાવી લીધા હતા.
જુદા જુદા ચાર્જના નામે નાંણા ટ્રાન્સફર કરાવ્યા
અલગ અલગ ચાર્જ જેમા ફાઈલ ચાર્જ ઉપરાંત લોનના ટેક્સ રૂા.14,595 નોમીની ચાર્જ રૂા.26,595 આર.બી.આઈ. ઓફીસર ચાર્જ રૂા.10,000 યોનો એસબીઆઈ લોન ટ્રાન્સફર ચાર્જ રૂા.25,000, અન્ય ચાર્જ રૂા.8656 તથા ધની ફાઈનાસના મેનેજરને આપવાના રૂા.10,000 મળી કુલ રૂપિયા 1,10,000 ગુગલ પે તથા ફોન પે મારફતે ઓનલાઈન મંગાવ્યા હતા. ત્યારબાદ લોનના પૈસા ન મળતા ચાર જેટલા ઉપરોક્ત મોબાઈલ ફોન બંધ આવતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનેલા રાકેશભાઈ બચુભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈપિકો કલમ 406, 419,420 તથા આઈ.ટી.એક્ટ 66(સી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.