- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Hemchandracharya Approved A Budget Of Rs 25 Lakh More For Work On Neck Assessment Team In Universities In North Gujarat, Allowed To Start Three New Colleges
પાટણ3 કલાક પહેલા
- કૉપી લિંક
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં મળેલ કારોબારી બેઠકમાં અન્ય વહીવટી કામોની મંજૂરી , ત્રણ નવી કોલેજો શરૂ કરવાની મંજૂરી , વિવિધ જોડાણો ની અરજી અંગે પુનઃ જોડાણ ની મંજૂરી સહિતના કામોને કારોબારી કમિટી દ્વારા ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા.
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આગામી 23 થી 25 ઓગસ્ટ દરમિયાન નેક મૂલ્યાંકન માટે ટીમ આવનાર હોય ટીમ યુનિવર્સીટી નું સારુ ચિત્ર દેખાડવા માટે સાફ-સફાઈ રીપેરીંગ અને ફર્નિચર સહિત ની કામગીરી માટે અગાઉ 70 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જે પૈકી બાંધકામ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી મંજૂરી સાથે કલરકામ, ટોયલેટ બ્લોકનું રિપેરિંગ કામો , સાફ સફાઈ સહિત 12 લાખના ખર્ચે નવો iQCL સેલ સહિત વિવિધ કામગીરી કરવામાં આવતા અત્યાર સુધીમાં 56 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. કેમ્પસના પાછળના ભાગોમાં સાફ સફાઈ , સેલમાં વસ્તુઓ વસાવવાની જરિયાત ઊભી થઈ શકે તેમ હોય હજુ વધુ ખર્ચ થવાની શક્યતા હોય બજેટ માંથી 14 લાખ બચત હોય આગામી દિવસોમાં વધુ ખર્ચ થાય તો એડવાન્સ ખર્ચ પેટે વધુ 25 લાખ રૂપિયાનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કુલપતિ ડૉ. રોહિત દેસાઈ , રજિસ્ટ્રાર ડૉ.કે.કે.પટેલ , ઇસી સભ્ય શૈલેષ પટેલ , દિલીપ ચૌધરી સહિતના સભ્યો હાજર રહ્યા હતા.