Categories: Gujrat

‘હું જાઉ છું, હવે તમારે જેલના સળિયા ગણાવાના છે’, 2 મહિનાથી યુવતીના પરિવારનું ટોર્ચર સહન કરતા યુવકે અંતિમ વીડિયો બનાવી વિષપાન કર્યું | ‘I am going, now you have to be jailed’, the young man who has been torturing the girl’s family for 2 months made the last video and poisoned him.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ‘I Am Going, Now You Have To Be Jailed’, The Young Man Who Has Been Torturing The Girl’s Family For 2 Months Made The Last Video And Poisoned Him.

ભાવનગર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હું જાઉ છું, હવે તમને જેલના સળિયા ગણાવવાના છે, 10 દિવસમાં વેવિશાળ કરાવી આપવાનું કહ્યું હતું પણ બે મહિના થયા તોય હજુ વેવિશાળ કરાવી આપ્યું નથી એના બદલે મને હેરાન કરવામાં આવ્યો છે, હવે હું મરી જવ છું, આ શબ્દો છે, ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરનાર રત્ન કલાકારના કે જેણે આજે પ્રેમ પ્રકરણમાં એક અંતિમ વીડિયો બનાવી અને ત્રણ લોકોએ મરવા મજબૂર કર્યો હોવાના આક્ષેપ કરીને યુવતીના ઘર આંગણે જ ઝેર ગટગટાવીને મોતને વ્હાલુ કરનાર યુવકના.. ત્યારે આવો જોઈએ કે, યુવકે વીડિયોમાં શું શું આક્ષેપ કર્યા છે અને પ્રેમ પ્રકરણમાં કેમ જીવન ટૂંકાવ્યું….
પ્રેમ સંબંધમાં યુવતી યુવકના ઘરે રહેવા જતી રહી
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઘટના બની હતી. ભાલપંથકમાં આવેલા અધેલાઈ ગામે રહેતા અને ભાવનગર બોરતળાવ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતાં રોનક તળાવીયાને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેને લઈને યુવતી થોડ મહિના પહેલાં ઘરેથી ભાગી યુવાનના ઘરે રહેવા જતી રહી હતી.

મૃતક યુવકની ફાઈલ તસવીર

યુવતીના પરિવારજનોએ વેવિશાળ કરાવી આપવાનું આશ્વાસન આપ્યું
આ દરમિયાન યુવતીના પિતા અને અન્ય બે લોકો રોનકના ઘરે પહોંચ્યા હતા. જ્યા બંને પ્રેમીનું વેવિશાળ કરાવી આપશે એવું આશ્વાસન આપી યુવતીને સમજાવી ભોળવી ફરી કુંભારવાડા ઘરે લઈ આવ્યાં હતાં.
યુવકને ધાકધમકી આપી યુવતીને ભૂલી જવા કહ્યું
આ દરમિયાન વેવિશાળની વાત તો દૂર રાખી યુવતીના પિતાએ અન્ય યુવકની મદદથી રોનકને ધાકધમકી આપી હતી, તેમજ યુવતીને ભૂલી જવા કહ્યુ હોવાના આક્ષેપ યુવકે કર્યા હતા. અસહ્ય ત્રાસ આપી ભાવનગર હીરા ઘસવાની મજૂરી કરવા પણ યુવકને આવવા દેતા ન હતા. આથી હિંમત હારી ગયેલા યુવાને આજરોજ ઝેરી દવા સાથે યુવતીના ઘર સામે પહોંચ્યો હતો અને ઝેરી દવા ગટગટાવી મોબાઈલમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં પોતાની આપવિતી વર્ણવી યુવતીના પિતાએ પોતાની સાથે છળકપટ કર્યાંનું તથા ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાંના આક્ષેપ સાથેનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. જે બાદ આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહી હતી.

મૃતક યુવક

વીડિયોમાં યુવકે શું કહ્યું?
યુવકે મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલી રહ્યો હતો કે, યુવતીના પિતા અને અન્ય એક યુવક તમારા બેયના કારણે હું મરૂ છું, તમે બન્ને મને હેરાન કરતા હતા મને ભાવનગર હિરા ઘસવા પણ આવવા દેતા ન હતા. હું અને તમારી છોકરી ભાગી ગયા હતા. ત્યારે તમે કહ્યુ હતું કે, 10 દિવસમાં હું તમારૂ વેવિશાળ કરાવી આપી. પણ બે મહિના થયા તોય હજુ વેવિશાળ કરાવી આપ્યું નથી. એટલે હવે હું મરી જવ છું, યુવતીના પિતા અને તે યુવક તમે ધ્યાન રાખજો તમને જેલના સળીયા ગણાવવાના છે, બસ આ મારો છેલ્લો વીડિયો છે હુ મરી જવ છું….અને એક અન્ય યુવાન પણ આમાં ભેગો છે, એટલે એ ત્રણેયના કારણે હું મરૂ છું.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે સર ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ મૃતકના વાલીઓને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાલ ભારે ચકચાર મચી છે.

gnews24x7.com

Recent Posts

Why Every Business Needs a Website in 2026

In today’s digital-first world, a business without a website is like a shop without a…

2 months ago

Netflix Rom-Com Based on Bestselling Novel

Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…

2 months ago

General Hospital Fans Want Drew’s Storyline to End After Shooter Reveal

For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…

2 months ago

The Odyssey’s Matt Damon Reveals How Much Weight He Lost for Odysseus

Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…

2 months ago

Trump withdraws US from dozens of international and UN entities

Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…

2 months ago

Taylor Swift Reveals Elizabeth Taylor’s Estate’s Reaction to The Life of a Showgirl Song

Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…

4 months ago