સાબરકાંઠા (હિંમતનગર)43 મિનિટ પહેલા
- કૉપી લિંક
હિંમતનગરની મધુવન સોસાયટીમાં રહેતા યુવકે બુધવારે દિવસ દરમિયાન કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે જ ગળાના ભાગે ચપ્પાના ઘા મારી મોતને વ્હાલુ કર્યુ હતુ. ઘરના અંદરના દરવાજાઓ બંધ કરીને મોતને ભેટનાર યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ બુધવારે રાત્રે મળી આવતા હિંમતનગર એ-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મકાન નં-3 મધુવન સોસાયટીમાં ભાડે રહેતા ચિંતનભાઇ હસમુખલાલ સોની (ઉ.વ.38) બુધવારે રાત્રિના સુમારે પોતાની જાતે ઘરનો અંદરનો દરવાજો બંધ કરીને ઘરમાં કોઇપણ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળાના ભાગે ચપ્પાના ઘા મારીને મોતને વ્હાલુ કર્યુ હતું. ઘટનાની જાણ થતા આસપાસના બુધવારે રાત્રે લોકોએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ કરતા એ-ડિવિઝન ડીવાયએસપી એ.કે.પરમાર, પી.આઇ.બી.વી.ડોડીયા તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દરવાજો ખોલી ઘરમાં જોતા ચિંતનભાઇ હસમુખલાલ સોનીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગેની જાણ થતા નરોડા ખાતે રહેતા તેમના ભાઇ અંજુલકુમાર હસમુખલાલ સોની હિંમતનગર ખાતે દોડી આવ્યા હતા.
કયા કારણોસર ચિંતનભાઇ હસમુખલાલ સોનીએ ગળાના ભાગે ચપ્પાના ઘા મારી આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મૃતકએ ઘરના અંદરના દરવાજાને બંધ કરી રાખ્યો હતો. કયા કારણોસર આવુ કૃત્ય કર્યુ છે તે અંગે પણ પોલીસે આસપાસમાં રહેતા લોકોનો સંપર્ક કરી જાણકારી મેળવી રહી છે. આર્થીક સંકળામણ કારણે કે શારીરિક તકલીફ કે અન્ય કોઇ કારણોસર પોતાની જાતે ચપ્પાના ઘા મારી યુવકે જીવન ટુંકાવ્યુ છે. ત્યારે યુવકના મૃતદેહને બુધવારે મોડી રાત્રે હિંમતનગર સિવિલમાં પીએમ માટે ખસેડાયો હતો. જ્યાંથી ગુરુવારે સવારે અમદાવાદ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
સાત મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
સાબરકાંઠા એસઓજીની ટીમ હિંમતનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે બાતમીના આધારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરાયો હતો.
આ અંગે એસઓજી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એસઓજી પીઆઇ એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ હિંમતનગર ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના કિરીટસિંહને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, વિજયનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વિમલભાઇ કલાભાઇ દેસાઇ ન્યાય મંદિર વિસ્તારમાં ઉભો છે. તેને ઝડપી લઇ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.