2 કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈની પહેલથી હાઇબ્રિડ હિઅરિંગનો પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો હતો. જેમાં શરૂઆતના સમયમાં દર ગુરવારના રોજ આ હાઇબ્રિડ હિઅરિંગ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
હાઇબ્રિડ હિઅરિંગનો પાયલોટ પ્રોજેકટ
આ પ્રોજેકટમાં એડવોકેટ્સ ફિઝિકલ અને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી હિઅરિંગ માટે ઉપસ્થિત રહી શકે છે. એડવોકેટ્સને ZOOM એપ્લીકેશન દ્વારા હાઇકોર્ટના હિયરિંગમાં ઉપસ્થિત રહેવું હોય તેઓ ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને તે માટેની પ્રોસેસ કરી શકે છે.
હાઇબ્રિડ મોડ પર કેસ ચાલુ દિવસે ચાલશે
ગુજરાત હાઇકોર્ટ દ્વારા હવે હાઇબ્રિડ મોડ પર કેસ ચલાવવાની પરવાનગી ફક્ત ગુરુવારને બદલે તમામ ચાલુ દિવસે પણ આપી દિધી છે. જો કે અત્યારે તે સુવિધા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને બીરેન વૈષ્ણવની કોર્ટ પૂરતી સીમિત રહેશે.
વકીલોએ કોર્ટની ગાઈડલાઈન પાળવાની રહશે
ઉલ્લેખનીય છે કે આ વિડિઓ કોન્ફરન્સથી હિઅરિંગનું પણ લાઇવ સ્ટ્રીમિંગ યુ-ટ્યુબ પર થાય છે. કોરોના કાળથી નવી ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે. આ સુવિધાથી દૂરથી આવતા એડવોકેટ્સને ફાયદો થયો છે. આ પાયલોટ પ્રોજેકટની સફળતા ધ્યાને લઈને આગળના સમયમાં હાઇકોર્ટની તમામ જજની કોર્ટમાં આ પ્રમાણે હિયરિંગ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વિડીઓ કોન્ફરન્સથી હિઅરિંગ દરમિયાન પણ વકીલોએ કોર્ટની ગાઈડલાઈન પાળવાની રહે છે.
.