મહેસાણા25 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મધ્યસ્થ જેલમાં મર્ડર કેસમાં સજા ભોગવતા આરોપીને વચગાળાના જમીન મળતા જેલમાંથી બહાર આવ્યો હતો.જોકે રજા ના દિવસો પુરા થયા બાદ આરોપી જેલમાં પરત ફરવાના બદલે ભાગી ગયો હતો.જેને ઝડપવા પોલીસ કામે લાગી હતી.જે આરોપી ભરવાડ ચંપકભાઈ ને મહેસાણા પેરોલ ફ્લો સકોર્ડ ટીમે બેચરાજી થી ઝડપી લીધો હતો.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામે રહેતો ભરવાડ ચંપકભાઈ લક્ષમણભાઈ ઉંમર 55 વર્ષનો આરોપી મર્ડર કેસમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.જે આરોપીને પાંચ દિવસના વચગાળાના જામીન મળતા તે જેલ બહાર આવ્યો હતો.આરોપીને 18 મેં 2023 થી 24 મેં 2023 જામીન મદય હતા.અને પાંચ દિવસના જામીન પુરા થયા બાદ તેને અમદાવાદ જેલમાં હાજર થવાનું હતું.જોકે આરોપી જેલમાં પરત ફરવાંને બદલે ભાગી ગયો હતો.
સમગ્ર કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમના એ.એસ.આઈ કિરીટ કુમાર અને પો.કો જોરાજી.અને DPC જીજ્ઞેશભાઈ એ બાતમી આધારે વર્ક આઉટ કરી બેચરાજી ખાતેથી આરોપી ભરવાડ ચંપકભાઈ લક્ષમણભાઈ ને ઝડપી ફરી અમદાવાદ મધ્યસ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.