- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Conclave 2023 EntrepreeNAARI Organized At Swarnim Startup & Innovation University, More Than 31 Startups From Different Universities Participated
અમદાવાદ44 મિનિટ પહેલા
- કૉપી લિંક
સ્ટાર્ટઅપ્સને સમર્થન પૂરું પાડવા માટે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલા તેના કેમ્પસમાં આજે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ કૉન્ક્લેવ 2023 – EntrepreNAARIનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારતની પ્રથમ યુનિવર્સિટી છે, જે સ્ટાર્ટઅપ્સનું જતન કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આજે કાર્યક્રમ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ કૉન્ક્લેવ 2023 મહિલા ઉદ્યોગસાહસિકતા – EntrepreeNAARIની થીમ પર આધારિત છે, જેના માટે વિવિધ યુનિવર્સિટીઓમાંથી 31થી વધારે સ્ટાર્ટઅપ્સ નોંધણી કરાવી હતી.

સ્ટાર્ટઅપમાં થતી તકલીફોની ચર્ચાઓ કરવામાં આવી
નવપ્રવર્તકો, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ અનેબલર્સ અને રોકાણકારો તથા સમગ્ર ગુજરાત અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના અન્ય હિતધારકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ડૉક્ટર અને સામાજિક ઉદ્યોગસાહસિક ડૉ. ટ્વિન્કલ પટેલ, એન્જલ ઇન્વેસ્ટર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને બલર પિયાલી ચટ્ટોપાધ્યાય, મોટિવેશનલ સ્પીકર અને દૂરદર્શનના નાયબ ડિરેક્ટર ઉત્સવ પરમાર હાજર રહ્યા હતા. ટીમ ઊભી કરવામાં થતાં સંઘર્ષો, સ્ટાર્ટઅપ્સની શરૂઆત, વિકાસની તકો, માર્કેટમાં પ્રવેશ અને સ્ટાર્ટઅપ્સનું અસ્તિત્ત્વ ટકાવવા જેવા સંબંધિત વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં વધુ એક ડગલુ આગળ
હેલ્થકૅર, બાયોટેકનોલોજી, આયુર્વેદ, ફાર્માસ્યુટિકલ્સ, ટેકનોલોજી, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, ડીપ ટૅક, મેન્યુફેક્ચરિંગ, ઑટોમોબાઇલ્સ, ક્લીન એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા સેક્ટરોના ઘણાં બધાં સ્ટાર્ટઅપ્સ યુનિવર્સિટીના કેમ્પસમાં તેમના ઉદ્યમો અને નવીનીકરણોને પ્રદર્શિત કર્યા હતા. ઉભરી રહેલા ઉદ્યોગસાહસિકો દ્વારા કરવામાં આવેલા કેટલાક શ્રેષ્ઠ નવીનીકરણોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સ્ટાર્ટઅપ કૉન્ક્લેવ અંગેના પોતાના વિચારો રજૂ કરતાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ જૈને જણાવ્યું હતું કે, ‘સ્વર્ણિમ સ્ટાર્ટઅપ કૉન્ક્લેવ 2023ના મોટા અને વધુ સારા ફોર્મેટની જાહેરાત કરીને અમે ખૂબ જ ખુશ છીએ. છેલ્લાં ઘણાં વર્ષોથી અમે સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપવા, ઉદ્યોગોની સાથે દિશા-નિર્દેશન કરવા અને તેઓ જ્યાં સુધી વ્યાપ વધારવાના તબક્કે ના પહોંચી જાય ત્યાં સુધી તેમને સમર્થન પૂરું પાડવા માટે સતત કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહ્યાં છીએ. વિકાસ માટેની અનુકૂળ ઇકોસિસ્ટમ પૂરી પાડીને વિવિધ ક્ષમતાઓમાં તેમને સમર્થન પૂરું પાડતાં આવ્યાં છીએ. આ કૉન્ક્લેવ મહિલા ઉદ્યોગસાહસિકોને નેતૃત્ત્વની કમાન સંભાળવા અને તેમના સ્ટાર્ટઅપ્સનો વ્યાપ વધારવા માટે પ્રોત્સાહન આપવાની દિશામાં લેવામાં આવેલું વધુ એક ડગલું છે.અમને વિશ્વાસ છે કે, આ કૉન્ક્લેવના સહભાગીઓ અને ઉદ્યોગસાહસિકો કૉન્ક્લવનો હિસ્સો બનેલા ઉદ્યોગજગતના દિગ્ગજોની સાથે જોડાણ કરવામાં અને તેમનું માર્ગદર્શન મેળવવામાં આ સોનેરી તકને ઝડપી લેશે.

120 જેટલા સ્ટાર્ટઅપને સમર્થન પૂરું પાડ્યું
હાલમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે લગભગ 3,500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ એક નૉલેજ હબ છે, જ્યાં એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ડિઝાઇન, વિજ્ઞાન, મેનેજમેન્ટ, પેરામેડિકલ, કૃષિ જેવા વિષયોનું તથા અન્ય કેટલાક પ્રવાહોનું શિક્ષણ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાના દ્રષ્ટિકોણથી મૂલ્યવર્ધિત રીતે પૂરું પાડવામાં આવે છે. ગત શૈક્ષણિક વર્ષમાં 1,224 વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. અત્યાર સુધીમાં આ યુનિવર્સિટીએ કૃષિ, હેલ્થકૅર, ગ્રીન એનર્જી, આઇટી સેવાઓ, ડીઝાઇન અને ડેટા મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 120 જેટલા સ્ટાર્ટઅપને સમર્થન પૂરું પાડ્યું છે.


.