જામનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
- બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું
- જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જામનગર જિલ્લા કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને પી. સી. એન્ડ પી. એન. ડી. ટી. એક્ટ- 1994ની સલાહકાર સમિતિના સભ્યો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાઇ હતી.
બેઠકમાં ફાયર એન. ઓ. સી. સર્ટિફિકેટ મળ્યા બાદ જ નવા કે જુના ક્લિનિક રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ, તાલુકાઓમાં સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણની ગણતરીની કામગીરી વધારવી, તાલુકાઓમાં ક્વાર્ટરલી ચેકીંગ (ત્રિમાસિક તપાસ)ની બદલે સરપ્રાઈઝ ચેકીંગ કરવું, સોનોગ્રાફી સેન્ટરની મુલાકાત લઈને તેમનું ચેકીંગ કરાવવું, લોકોને જાગૃત કરવા નાટકોનું આયોજન કરવું, ખાનગી ડોક્ટરને માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કલેકટર દ્વારા સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, ઈન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જામનગર, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. સંદીપ રાઠોડ, તાલુકા આરોગ્ય ઓફિસરઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો ઉપસ્થિત રહયા હતાં.
.