તાપી (વ્યારા)12 મિનિટ પહેલા
- કૉપી લિંક
તાપી જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.
તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં સોનગઢ તાલુકા PHC અને તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા છેલ્લા બે દિવસમાં બધરપાડા અને ઉખલદા ગામના વિવિઘ વિસ્તારોમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી 26 જેટલા દુકાનધારકો પાસેથી રૂ. 3550નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુનું વેચાણ/ ખરીદીએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ બીડી, સિગારેટમા 85% ભાગમાં ‘‘તમાકુ જીવલેણ છે’’. ‘‘તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે.’’ તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિનઅધિકૃત રીતે વેચાણની બાબતો આવરી લેવામાં આવી હતી. જેથી દુકાનદારોમાં ભયનો મોહોલ સર્જાયો હતો.