- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- The Accused, Who Was Granted Bail By The Sessions Court, Was Picked Up By The Wadaj Police From The Central Jail Without Any Transfer Warrant And Detained.
6 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના અંકુર ચાર રસ્તા પાસે રહેતા જીતુ ડિડોરની સામે વાડજ પોલીસ મથકે 12 જુલાઈ,2023ના રોજ FIR નોંધવામાં આવી હતી. જેમાં મૂળ રાજસ્થાનના ડુંગરપુરના આરોપી સામે વાડજ પોલીસે IPCની કલમ 363, 366, અને 376(2) તેમજ પોક્સોની કલમ 4,5(I) અને 6 અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો. આરોપી યુવક પર આક્ષેપ છે કે, તે ફરિયાદીની 17 વર્ષીય દીકરીને 7 જુલાઈ, 2023ના રોજ તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો છે. તેમજ યુવતી સાથે લગ્ન કરવાના બહાને શારીરિક સંબંધ બાંધ્યા છે.
ફરિયાદ ઉભી કરાયેલી એક સ્ટોરી- આરોપીના વકીલ
આરોપીના વકીલ પ્રીતેશ શાહે અમદાવાદ સેશન્સ કોર્ટમાં આરોપીની જામીન અરજી દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, ફરિયાદ ઉભી કરાયેલી એક સ્ટોરી છે. ઘટનાના એક અઠવાડિયા બાદ પોલીસ મથકે FIR નોંધાવવામાં આવી છે. દીકરી અને આરોપી વચ્ચે છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધ હતો. તેમજ દીકરી જાતે આરોપી સાથે ગઈ છે. બંને ભાગ્યા બાદ કડિયાકામની મજૂરી કરતા હતા. પોલીસે 14 જુલાઈ, 2023ના રોજ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી 15 જુલાઈ, 2023થી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
સેશન્સ કોર્ટે 15 હજારના બોન્ડ ઉપર જામીન
સેશન્સ કોર્ટે અરજદારના વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને તેને 28 જુલાઈ, 2023ના રોજ 15 હજારના બોન્ડ ઉપર જામીન આપ્યા હતા. જામીન મળતાં 1 ઓગસ્ટ, 2023એ આરોપીના કુટુંબીજનોએ સેશન્સ કોર્ટમાં જામીનદાર રજૂ કરતા કોર્ટના ક્રિમિનલ વિભાગે આરોપીની મુક્તિનું બીડુ આપ્યું હતું. જે બીડુ લઈને આરોપીના પરિવારજનો અને પ્રીતેશ શાહના સબોર્ડિંનેટ વકીલ 2 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ જેલ સાબરમતી ખાતે સવારે 11 કલાકે પહોંચ્યા હતા.
વાડજ PI અજાણ
સાબરમતી જેલ ખાતે સવારના 11 કલાકથી બાપોરના 1.30 કલાક એમ અઢી કલાક રાહ જોયા બાદ જેલના અધિકારીએ જણાવ્યું કે, જેલમાં આરોપી જીતુ ડિડોર નથી. તેને વાડજ પોલીસના બે કર્મચારીઓ લઈ ગયા છે. ત્યારબાદ એડવોકેટ અને આરોપીના પરિવારજનો વાડજ પોલીસ મથકે પહોંચતા પોલીસે જણાવ્યું કે, આરોપીને પોલીસ મથકે લવાયો છે પણ કેમ લવાયો છે? તે ન જણાવ્યુ. જ્યારે એડવોકેટ વાડજ પોલીસ ઇન્સ્પેકટર સી.જી.જોશીને ફોન કરતા તેઓ પોતે જૂનાગઢ હોવાનું અને આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
ટ્રાન્સફર વોરંટ કે કોર્ટની પરવાનગી પોલીસ કસ્ટડીમાં ન લઈ શકે- એડવોકેટ
અરજદારના એડવોકેટ પ્રીતેશ શાહે જણાવ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં રહેલા આરોપીને પોલીસ ટ્રાન્સફર વોરંટ કે કોર્ટની પરવાનગી વગર પોતાની કસ્ટડીમાં લઈ શકે નહીં. આરોપીને અન્ય ગુન્હામાં ફસાવી દેવાની પણ પોલીસ તૈયારી કરી રહી છે. આ મુદ્દે આરોપીના કાકા રામલાલ કલસુઆએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર, DGP અને રાજયન ગૃહમંત્રીને સંબોધીને એક અરજી પણ તૈયાર કરાઈ છે. જે અનુસાર પોલીસે તેમના ભત્રીજાનું સાબરમતી સેન્ટ્રલ જેલમાથી ગેરકાયદેસર અપહરણ કર્યું છે.
.