સુરેન્દ્રનગર35 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાંથી મોડી રાત્રે 7 જેટલા આકર્ષક તાજીયાનું ભવ્ય જુલૂસ નિકળ્યું હતું. જેમાં દર વર્ષની પરંપરા મુજબ મુસ્લિમ બિરાદરો પવિત્ર મહોરમ પર્વ નિમિત્તે ધ્રાંગધ્રા શહેરમાંથી નિકળતા આકર્ષક અને કલાત્મક તાજીયા જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ તેમજ હિન્દૂ સમાજના લોકો જાેડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. અને ઝુલુસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શનિવારે સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા શહેરમાંથી 7 જેટલા આકર્ષક તાજીયાનું જુલૂસ નિકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ તેમજ હિન્દૂ તેમજ ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા શહેર સંગઠન, વેપારી એસોશિયેશન દ્વારા સીતા શક્તિ ચોક ખાતે સમાજના લોકો જોડાયા હતા. જુલુસ દરમ્યાન ઠેર ઠેર દુધ કોલ્ડ્રીંક્સ, ઠંડા પાણી, શરબત સહિત ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાજીયા જુલૂસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહોરમના પવિત્ર દિવસ દરમ્યાન મુસ્લીમ બિરાદરો બે દિવસ રોઝા રાખે છે. નિફલ નમાઝ પઢી ખાસ દુવાઓ કરે છે. તેજ રીતે તમામ મસ્જીદો અને મુસ્લિમ વિસ્તારોમાં વાએઝ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાતે 10 કલાકે શહેરના તમામ તાજીયા સીતા દરવાજે ખાતે ટાઢા કરવામાં આવ્યા હતા. આમ ધ્રાંગધ્રા શહેરમાં કોમી એકતા, ભાઈચારા અને એખલાસ સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.