સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
વરસાદના કારણે સાપ કરડવાના બનાવો સુરતમાં વધી રહ્યા છે. આવા દર્દીઓને સમયસર અને જરૂરી સારવાર મળી જવાને કારણે મોતના મુખમાંથી બહાર આવી રહ્યા છે. તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસમાં સાપ કરડવાથી સારવાર માટે આવેલા 49 જેટલા દર્દી નોંધાયા છે. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. જો કે, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત થયા હતા.
જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી
સુરતમાં સાપ ડંખ મારવાના બનાવો નોંધપાત્ર વધારો થઇ રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી સારવાર માટે આવ્યા હતા. દર્દીઓ સમયસર પહોચતા અને યોગ્ય સારવાર માળતા તમામ દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ અપાયો છે. સાપ કરડ્યા બાદ દર્દીઓને સાપના ઝેર સામે રક્ષણ આપે એવા પોલીવેલેન્ટ એન્ટી સ્નેક વીનમ ઇન્જેકશન અપાય છે. સાપ કરડે તો જેમ બને તેમ જલદી હોસ્પિટલમાં દાખલ થવું જરુરી છે.
ઝેરી સાપ કરડવાથી મોત પણ થઈ શકે
ઝેરી સાપ કરડવાથી તે વ્યકિતના મગજ, કરોડરજ્જુ, જ્ઞાન તંતુ સહિતના ભાગ પર અસર કરે છે. જ્યારે વાસ્કયુલર ટોકસીસમાંના બે પ્રકારમાં ૨સલ વાઇપર, સોસસ્કેલ્ડ વાઇપર છે. જે લોહી સહિતના ભાગ પર અસર કરે છે. જેથી સાપ કરડે એટલે તે વ્યકિતને તુરંત સારવાર આપવી જોઇએ. જો સારવારમાં મોડું કરવામાં આવે તો મોત પણ થઈ શકે છે. જો કે, સુરત સિવિલમાં છેલ્લા બે મહિનામાં સર્પદંશના એક પણ દર્દીનું મોત ન થયું હોવાનું સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું.
મે મહિનામાં બે દર્દીના મોત થયા હતા
સુરતમાં ચોમાસા પહેલા જ સાપ કરડવાના મે મહિનામાં 14 કેસ નોંધાયા હતા. જેમાં 12 જેટલા દર્દીઓ સાજા થઈ ગયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ જૂન મહિના બાદ જુલાઈ મહિનામાં કેસમાં અઢી ગણો વધારો થયો છે. જોકે એક પણ દર્દીનું મોત થયું ન હતું.