સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ અને જળ વિતરણ મથકો પાસે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ, રોગચાળાને આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિ | Infestation of mosquitoes due to filth near Surat Municipal Corporation’s open plots and water distribution stations, conditions inviting epidemics

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Infestation Of Mosquitoes Due To Filth Near Surat Municipal Corporation’s Open Plots And Water Distribution Stations, Conditions Inviting Epidemics

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાલિકાના ખુલ્લા પ્લોટમાં જ મચ્છરોના બ્રીડિંગ જોવા મળ્યા

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ અલગ-અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતાં આરોગ્ય વિભાગ અને વીબીડીસી વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ઘરોમાં સર્વેની કામગીરી પણ થઈ રહી છે પરંતુ, દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં જ પાણીનો સંગ્રહ
શહેરના વિવિધ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટો આવેલા છે. આ પ્લોટોની અંદર પાણીનો સંગ્રહ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ત્યાં ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. ફક્ત એટલું જ નહીં પરંતુ, ડેન્ગ્યુના મચ્છરો પણ ત્યાંથી ઉદ્ભવી શકે છે. શહેરમાં જે રોગચાળાની અસર વર્તાઈ રહી છે તેનું મૂળ કારણ જાણવા માટે સુરત મહાનગરપાલિકાના વિવિધ રીઝર્વેશન પ્લોટ જળ વિતરણ મથકો અને પમ્પીગ સ્ટેશનની સ્થળ તપાસ કરતા મોટા ભાગના પ્લોટમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યુ છે. જેમાં ખાસ કરીને સરથાણાના પોલીસ સ્ટેશન માટે આપેલ પ્લોટમા તેમજ સમ્રાટ સોસાયટીની પાછળ આવેલ સી એન્ડ ડી વેસ્ટ નાખવાના પ્લોટમાં અસહ્ય ગંદકી અને લાખોની સંખ્યામાં મચ્છરો જોવા મળી આવવા ઉપરાત તીવ્ર દુર્ગંધથી પ્લોટ ખદબદી રહ્યા છે.

રહેણાંક વિસ્તારમાં પાણીનો સંગ્રહ દેખાતા દંડ કરાય છે
આપના કોર્પોરેટરે જણાવ્યું કે, એક તરફ તંત્ર સામાન્ય પાણી રેસીડેન્સીમાં ભરાતા જ દંડ ઉઘરાવે છે. પાલિકાના પોતાના પ્લોટમાં થતી ગંદકી માટે કોણ જવાબદાર આ સવાલ સામાન્ય લોકો પણ કરે છે. વરિયાવ ખાતે પાલિકના ગાર્ડન વેસ્ટના પ્લોટમાં પણ ખૂબ જ ગંદકી છે, જ્યારે પાલિકાના પમ્પીગ સ્ટેશનો કે જળ વિતરણ મથકોમાં પણ પાણી ભરાવા સહિત મચ્છરોનુ સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. આ માટે તત્કાલ તમામ રીઝર્વેશનના પ્લોટમા ગંદકી સાફ કરવા તેમજ વિતરણ મથકોને ડેવલોપ કરવા માટે પણ 1 વર્ષ અગાઉ રજૂઆત કરેલી ફરીથી આ માટે તત્કાલ કામગીરી હાથ ધરવામા આવે તો ચોકક્સથી લોકોના આરોગ્યની જાળવણી થઈ શકે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *