- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Surat Diamond Burse To Open Office On 21 November 2023; The List Of 450 Diamond Industrialists Will Be Submitted To The PMO
સુરત30 મિનિટ પહેલા
- કૉપી લિંક
વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તેમજ વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ઉદઘાટન પહેલા જ ખ્યાતિપ્રાપ્ત બની ચૂકેલા સુરતના ખજોદ સ્થિત સુરત હીરા બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ડાયમંડ બુર્સના ઓપનિંગને લઈને હવે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વડાપ્રધાનના હસ્તે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ત્યારે કમિટીના સભ્યો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી ખાતે જઈને આમંત્રણ પાઠવશે.
નવી શરૂ થનાર ઓફિસની લિસ્ટ તૈયાર
સુરત હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદઘાટન માટે તેમને આમંત્રણ પાઠવવામાં આવશે. આ સાથે જ સુરત હીરા બુર્સમાં તા.21મી નવેમ્બર 2023ના રોજ હીરા બુર્સમાં પોતાની ઓફિસનો શુભારંભ કરનાર 467થી વધુ હીરા ઉદ્યોગપતિઓ, હીરા વ્યાપારીઓ, હીરા વ્યવસાયીઓની નામાવલિ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરવામાં આવશે. વધુ 150 જેટલા ઓફિસ ધારકોએ તા.21મી નવેમ્બરે પોતાની ઓફિસ ધમધમતી કરી દેવાની તૈયારી દાખવતા હવે 467 ઓફિસો એક જ દિવસે શરૂ થઇ જશે. રોજેરોજ અનેક ઓફિસ ધારકો પોતાની ઓફિસના ઇન્ટીરીયર ડેકોરેશન, ફર્નિચર તેમજ અન્ય કામકાજ માટે સુરત હીરા બુર્સની મુલાકાત લઇ રહ્યા છે.
વડાપ્રધાનને આવતીકાલે આમંત્રણ આપવામાં આવશે
જી જે ઇપીસીના પૂર્વ રીજન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, ડાયમંડ બુર્સના ઓપનિંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 21 નવેમ્બરના દિવસે 1000 જેટલી ઓફિસ શરૂ થશે, પરંતુ આજે જેટલી ફાઇનલ થઇ છે તેનું લીસ્ટ પીએમઓને આપવામાં આવશે. ડાયમંડ બુર્સ કમિટીના સભ્યો દ્વારા વડાપ્રધાનને ઉદઘાટન માટે આમંત્રણ આપ્યા બાદ વડાપ્રધાન જે તારીખ આપશે તે તારીખે ડાયમંડ બુર્સનું ભવ્ય ઓપનિંગ કરવામાં આવશે.
.