સુરતમાં યુવકે મોજશોખ પૂરા કરવા શરુ કરી બાઈકની ચોરી, પોલીસે રંગેહાથ ધરપકડ કરતા ત્રણ વાહનચોરીનો ભેદ ઉકેલાયો | A recession in the diamond industry created a thief

Spread the love

સુરત6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે યુવકને ચોરી કરવાના રવાડે ચડી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતો યુવક હીરા ઉદ્યોગમાં મંદીને લઈ પોતાના મોજશોખ પૂરા કરવા માટે મોટરસાયકલની ચોરી કરવા લાગ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા યુવકે અત્યાર સુધીમાં ત્રણ જેટલી મોટરસાયકલો ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે.

પેટ્રોલિંગમાં ચોરીનો ભેદ ઉકેલાયો
સુરતમાં સતત મોટરસાયકલની ચોરીની ઘટના સામે આવી રહી હતી. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું.આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ચોરીની મોટરસાયકલ સાથે વરાછા વિસ્તારમાં યુવક ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે સુરતના વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી પાસેથી રણજીત રાવતભાઈ હેરમાને ઝડપી પડ્યો હતો.

મોજશોખ પૂરા કરવા વાહનચોરીના રવાડે ચડ્યો
​​​​​​​
પોલીસે ઝડપી પાડેલ આરોપીની પૂછપરછમાં જણાવ્યું હતું કે, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો બોકરવા ગામનો વતની બહાદુર ઉર્ફે રણજીત રાવતભાઈ ખોડાભાઈ હેરમા મોટરસાયકલ ચલાવવાનો શોખીન હતો. તે હીરામાં રત્નકલાકાર તરીકે મજૂરીનું કામ કરતો હતો. જો કે, હીરા ઉદ્યોગમાં મજૂરીકામ દરમિયાન મંદીને લઈ પૂરતી આવક થતી ન હતી અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે આ યુવક વાહનચોરીના રવાડે ચડ્યો હતો અને યુવક ચોરીની મોટરસાયકલ સાથે શહેરમાં ફરી રહ્યો હતો.

અન્ય ત્રણ વાહનચોરીનો ભેદ ઉકેલાયો
​​​​​​​
આરોપીની સઘન પૂછપરછ અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગયા વર્ષે એપ્રિલ માસમાં બપોરના સમયે વરાછા એલ.એચ. રોડ ઉપરથી એક બાઈકની ચોરી કરી હતી. આ ઉપરાંત વર્ષ 2020માં સાવરકુંડલાના પીપળીયા સાહેબના દવાખાના પાસેથી મોટરસાયકલ ચોરી કરી હતી. આ સિવાય અન્ય એક મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સામે આ યુવકે કરી હતી. યુવક પાસેથી પોલીસે ચોરીના ત્રણ જેટલા ​​​​​​​વાહનો કબ્જે કરી વરાછા, સરથાણા અને સાવરકુંડલા ખાતે થયેલી વાહનચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. આ યુવકની વધુ પૂછપરછ દરમિયાન વધુ વાહનચોરીના ભેદ ઉકલાય તેવી શક્યતા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *