સુરતમાં મોપેડ પર સ્ટંટ કરતા ચાર યુવકોનો વીડિયો નાગરિકે પોલીસ કંટ્રોલ વોટ્સએપ નંબર પર મોકલ્યો, ટ્રાફિક પોલીસે જ ગુનો નોંધાવ્યો | If you do stunts now, it’s not good!

Spread the love

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરતમાં જાહેર રસ્તાઓ પર મોપેડ પર સ્ટંટ બાજી કરનારા સામે અઠવાઈન્સ પોલીસ મથકમાં ખુદ પોલીસે જ ફરિયાદ નોધાવી છે. ટ્રાફિક પોલીસના કંટ્રોલ વોટ્સએપ નંબર પર શહેરના જાગૃત નાગરિકે એક મોપેડ પર ચાર સવારી યુવકોનો સ્ટંટ કરતો વીડિયો મોકલ્યો હતો. જેને આધારે પોલીસ તે અંગેની તપાસ કરી અઠવાલાઇન્સ પોલીસ મથકમાં વાહનચાલક સામે કાયદેસર પગલા લેવા મોટર વેહિકલના એમવી એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે. પોલીસે સ્ટંટબાજ વાહનચાલકો સામે ગુનો નોંધી તેમને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક પોલીસે શરૂ કર્યો છે હેલ્પલાઇન whatsapp નંબર
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમનો 7984530537 whatsapp નંબર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસના આ હેલ્પલાઇન whatsapp નંબર પર શહેરના નાગરિક દ્વારા એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. જેમાં એક મોપેડ ઉપર ચાર યુવકો બેસીને છૂટા હાથે મોપેડ ચલાવતા હતા અને ટ્રાફિકથી ભરચક રસ્તા પર સ્ટંટ કરતા હતા. યુવકોની આ રીતે સ્ટંટબાજીથી રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો.

એક નાગરિકે સ્ટંટનો વીડિયો પોલીસને મોકલ્યો
ટ્રાફિક પોલીસ પાસે યુવકોની સ્ટંટબાજીનો વીડિયો સામે આવ્યા બાદ તેને લઇ તપાસ શરૂ કરી હતી. ત્યારે આ વીડિયો અઠવાલાઇન્સ પોલીસ મથકની હદ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. અઠવાલાઇન્સ વિસ્તારના ટ્રાફિક રીજીયન 3ને તાત્કાલિક આ બાબતે તપાસ કરવા કામે લગાવ્યા હતા. વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરતા બ્લુ કલરની મોપેડ અને gj 05 lx 1917 નંબરની મોપેડ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ પાસે તમામ વિગત આવી જતા મોપેડના ચાલક વિરુદ્ધ પોલીસે ipc કલમ 279, 336 તથા મોટર વ્હીકલ એક્ટ કલમ 177 184 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જુદી જુદી ટીમોને કામે લગાડી છેઃ PI
આ મામલે અઠવાલાઇન્સ પોલીસ મથકના પીઆઇ ડીજી રબારીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટંટબાજો સામે વીડિયો આધારે ફરિયાદ કરવામાં આવી છે. જોકે, ગતરોજ પેટા ચૂંટણી ઇલેક્શન હોવાને લઈ પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં હતો. જેથી આજે પોલીસની જુદી જુદી ટીમને મોપેડચાલકને પકડવા માટે કામે લગાવી દીધી છે. આરટીઓમાંથી મોપેડના નંબરને આધારે તેનું એડ્રેસ પણ મેળવી લેવાયું છે. ટૂંક સમયમાં સ્ટંટ કરનાર મોપેડ ચાલક યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સ્ટંટબાજો સામે પોલીસ મોડે મોડે પણ ગંભીર બની
અમદાવાદની ઘટના બાદ શહેરમાં આવા સ્ટંટ કરતાં વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કડક હાથે કરવામાં આવી રહી છે. જેમાં હવે પોલીસ ખુદ ફરિયાદી બની સ્ટંટબાજો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી રહી છે. આવી એક ફરિયાદ સુરતના અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ખુદ ટ્રાફિક પોલીસના અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદની ઘટનાએ પોલીસને સતર્ક બનાવી
અમદાવાદની ઘટના એ જ સુરતમાં ટ્રાફિક પોલીસને આટલી સતર્ક કે ગંભીર બનાવી છે. ખુદ સુરતની ટ્રાફિક પોલીસ કહી રહી છે કે, અમદાવાદ ખાતે બનેલ બનાવના અનુસંધાને સ્ટંટ કરતાં આવા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે જો અમદાવાદમાં ઘટના બની જ ન હોત તો સ્ટંટ બાજી કરનારાઓ સામે કોઈ જ પગલાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યા ન હોત. ત્યારે આ પ્રકારની કાર્યવાહીથી અનેક સવાલો ઊભા થાય છે કે, કોઈ મોટી ઘટના કે બનાવ બન્યા બાદ જ તેને અનુસંધાન રાખીને જ કેમ કડક કાર્યવાહી કરવામાં આવે છે? કાયદા બનાવવામાં આવ્યા છે તો ઘટના બને તે પહેલા જ સ્ટંટબાજી કે જોખમી અને ઓવર સ્પીડિંગ વાહનચાલકો સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *