- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Riding On A Car From The Roof Of A Mercedes On Dumas Piplod Road In Surat, The Video Goes Viral, Making Two Brothers Aware Of The Speedy Law.
સુરત20 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરતમાં વધુ એક સ્ટંટ કરનાર યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડુમસ-પીપલોદ રોડ પર લક્ઝુરિયસ કારનું રૂફ ખોલી કાર ઉપર બેસીને જોખમી રીતે સ્ટંટ કરીને સવારી કરનારનો વીડિયો વાઇરલ થયા બાદ ઉમરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર ચલાવનાર અને કાર ઉપર બેસી સ્ટંટ કરનાર બંને સગા ભાઈની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.
કાર સ્ટંટનો વીડિયો વાઇરલ થતા કાર્યવાહી
અમદાવાદમાં ઓવરસ્પીડિંગના કારણે બનેલ ગોઝારી અકસ્માત ઘટના બાદ સુરતમાં પોલીસ વાહનો પર જોખમી સવારી કરી સ્ટંટ કરનાર સામે આકરી કાર્યવાહી કરી રહી છે. પરંતુ આ કાર્યવાહી પૂર આવ્યા પછી પાળ બાંધવા જવું થાય છે. ગાડી પર સ્ટંટ બાજીના વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરી રહી છે. સુરતમાં આવી વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ડુમસ-પીપલોદ રોડ પર યુવક લક્ઝ્યુરિયસ કારના રૂફમાંથી પગ બહાર કાઢી કારની ઉપર બેસી જોખમી સવારી કરતો હતો. આ પ્રકારનો વીડિયો વાઇરલ થયા બાદ ઉમરા પોલીસે કાર્યવાહી કરી.
પોલીસે બે સગા ભાઈની ધરપકડ કરી
ડુમસ પિપલોદ રોડ પર લક્ઝુરિયસ મસિર્ડિઝ કારનો ચાલક સ્પીડમાં ગાડી ચલાવતો હતો. તેની બાજુમાં તેનો સગો ભાઈ રૂફનું બોનટ ખોલી પર પગ રાખી બેસી ગયો હતો. આ દરમિયાન અન્ય રાહદારીએ આ યુવકનો વીડિયો મોબાઇલમાં ઉતારી વાઇરલ કર્યો હતો. જેના આધારે ઉમરા પોલીસને જાણ થતા પોલીસ જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કારના નંબરના આધારે કાર ચાવનાર અને કાર ઉપર બેસી સ્ટંટ કરનારની બંને સગા ભાઈની ધરપકડ કરી હતી. પોલીસે કારના નંબર આધારે તેના માલિક અઝહર શેખ (ઉં.વ.29) અને તેનો ભાઈ એઝાઝ શેખ(ઉં.વ.30)ની ધરપકડ કરી કાર કબજે કરી હતી.
પોલીસે કારના નંબર આધારે તપાસ કરી
રસ્તા ઉપર જોખમી સ્ટંટ કરનારને પકડવા પોલીસે મર્સિડીઝ કારના નંબર આધારે તપાસ કરી હતી. ત્યારે તેમાં એક પછી એક કરી 5 જણાને કાર વેચી હોવાનું બહાર આવ્યું હતું. છેવટે મર્સિડીઝ વીમા કંપનીએ કીમમાં વેચી હોવાનું સામે આવ્યું હતું. જે આધારે ઉમરા પોલીસે કાર ચલાવનાર અને કાર ઉપર બેસી સ્ટંટ કરનાર બંનેને ઝડપી પાડ્યા હતા.
પોલીસે બંને શાન ઠેકાણે લાવી
ઉમરા પોલીસે ઝડપી પાડેલ બંને સગા ભાઈ માલિક અઝહર શેખ અને એજાઝ શેખની ધરપકડ કરી તેમની શાન ઠેકાણે લાવવામાં આવી હતી. પોલીસે બંને ભાઈની ધરપકડ કર્યા બાદ જે જગ્યાએથી તેમણે સ્ટંટ કર્યા હતા, ત્યાં લઈ જઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે રસ્તા વરસાદમાં પોલીસે બંને આરોપીને સાથે રાખીને કડક કાર્યવાહી કરી હતી. આ સાથે પોલીસે બંને આરોપીઓ પાસે માફી પણ મંગાવી હતી.