સુરતના સચિન GIDCમાં અજાણ વ્યક્તિ સોસાયટીમાં આવી સૌચલાય કરવા જતા સ્થાનિકોએ ચોર સમજી ઢીબી નાખ્યો | Methipak fell while going to toilet

Spread the love

સુરત6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતના સચિન જીઆઇડીસી માંથી અજીબ ઘટના સામે આવી છે. સચિન જીઆઇડીસી માં કેટલાક લોકોએ એક યુવકને પકડીને માર માર્યો હતો. જે અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તેમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે રામેશ્વર કોલોનીમાં આવેલા સૌચાલયમાં બહારનો વ્યક્તિ સૌચાલય કરવા આવતા સ્થાનિક લોકોને તેની પર ચોરી કરવા આવ્યો હોય તેવી શંકા ગઈ હતી. બાદમાં યુવક તેની બાજુની સોસાયટીનો જ રહેવાસી નીકળતા તમામ બાબતે સમાધાન થઈ ગયું હતું.

સચિનમાં યુવકને માર માર્યો
સુરતના સચિન જીઆઇડીસી માં આવેલ રામેશ્વર કોલોની માંથી એક અજીબ ઘટના સામે આવી હતી. જ્યાં રામેશ્વર કોલોની માં રહેતા કેટલાક યુવકોએ એક યુવકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિક લોકોએ બહારથી આવેલ આ યુવક પર શંકા જતા તેને માર માર્યો હતો. અને બાદમાં છોડી મૂક્યો હતો. યુવકને માર મારતો અજાણા વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

શૌચાલય કરવાનું યુવકને ભારે પડ્યો
​​​​​​​
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તેમાં જુદા જુદા પ્રકારની વાતો વહેતી થઈ હતી. કહેવાય રહ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વોએ યુવકને માર માર્યો છે. પોતાના વર્ચસ્વના જોડે અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં માર માર્યો હતો. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે પણ આમાં તપાસ કરતા વાત કાંઈક અલગ જ બહાર આવી હતી. ખરેખર યુવક અન્ય સોસાયટીમાં સૌચાલય કરવા ગયો હતો અને લોકોએ ચોર સમજી તેને મેથીપાક ચખાડ્યો હતો.

લોકો તેને ન ઓળખતા ચોરની શંકા વ્યક્ત કરી
ઘટના અંગે સચિન gidc ના પી.આઈ એ જે ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિડીયો ગત મોડી રાત્રે મારી પાસે આવ્યો હતો. જેને લઇ વીડિયોમાં દેખાઈ રહેલ ઈસમોને મેં રાત્રે જ પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરી હતી. ત્યારે ખરેખર જાણવા મળ્યું હતું કે રામેશ્વર કોલોનીની સોસાયટીની બાજુમાં જ આવેલ એક સોસાયટીમાં લોકો માર મારતા હતા તે યુવક રહેતો હતો. તે યુવક બાર ફરતો હતો ત્યારે શૌચ ક્રિયા કરવા માટે બાજુની સોસાયટીમાં આવેલ સૌચાલયનો ઉપયોગ કરી ત્યાં પહોંચી ગયો હતો. જોકે સ્થાનિક લોકો તેને ન ઓળખતા તેની ઉપર શંકા વ્યક્ત કરી હતી. અને સ્થાનિક લોકોએ યુવક અહીં ચોરી કે અન્ય કોઈ ગરઇરાદે આવ્યો હોવાની શંકા રાખી મેથીપાક ચખાડી છોડી મૂક્યો હતો.

અવારનવાર બનતી ઘટનાઓને લઈ લોકોએ યુવકને પકડ્યો
​​​​​​​
પી.આઈ એ વધુમાં જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસી માં પરપ્રાંતીઓ અને કામદાર વર્ગના લોકો વધુ રહેતા હોય છે. અહીં અવારનવાર ચોરીઓ જેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ઉપરાંત અહીં કારીગર અને કામદાર વર્ગ વધુ હોવાથી લોકો એકબીજાને ઓળખતા પણ નથી હોતા. જેને લઇ આ યુવક પોતાના ઘરનું સૌચાલય છોડીને બાજુની સોસાયટીના સૌચાલય નો ઉપયોગ કરતા લોકોને તેની પર શંકા ગઈ હતી. વિડીયો વાયરલ થયા બાદ મોડી રાત્રે મેં બંને યુવકોને બોલાવ્યા હતા અને તેના પરિવાર પણ પોલીસ સ્ટેશન આવ્યા હતા. અને તપાસ કરાવી તારે જાણ થઈ કે યુવક તેમની બાજુની સોસાયટીમાં જ રહેતો હતો. જોકે સ્થાનિકોમાં ગેરસમજ ઊભી થઈ હતી ત્યારબાદ થોડા સમયમાં જ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો અને તમામ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *