- Gujarati News
- Local
- Gujarat
- Surat
- A Green Snake Crawled Into A Parked Activa In Dindoli, A New Village In Surat, Opening The Trunk And Pulling It Out After A Lot Of Effort.
સુરત27 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરતના નવાગામ ડિંડોલીમાં પાર્ક કરેલી એક્ટિવામાં ભાગ્યે જ જોવા મળતો લીલા કલરનો સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. આથી એક્ટિવાચાલક યુવકે મિત્રોની મદદથી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ ન થતા ફાયરબ્રિગેડ અને નેચર ક્લબને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ અને નેચર ક્લબના કાર્યકર પહોંચી ગયા હતા અને મોપેડમાંથી સાપને ભારે જહેમતે રેસ્ક્યૂ કરી લીધો હતો.
યુવકે સાપ કાઢવા પ્રયાસ કર્યો પણ ન નીકળ્યો
નવાગામ ડિંડોલીમાં સંતોષીનગર ગરનાળા પાસે એક દુકાનની સામે પાર્ક કરેલા મોપેડમાં સાપ ઘૂસી ગયો હતો. દુકાન નજીક બેસેલા સિનિયર સિટીઝનોની નજર પડતા તેમણે ચાલકે તેના એક્ટિવામાં સાપ ઘૂસી ગયો હોવાની જાણ કરી હતી. પહેલા તો એક્ટિવાચાલક હિતેશ પાટીલે તેના મિત્રોની મદદથી સાપને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાપ ન નીકળતા ફાયરબ્રિગેડ અને નેચર ક્લબને જાણ કરવામાં આવી હતી.
મિકેનિક બોલાવી ડિકી ખોલી સાપને બહાર કાઢ્યો
બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક્ટિવામાં પાણીનું પ્રેશર મારી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાપ દેખાયો ન હતો. જેથી મિકેનીક બોલાવી એક્ટિવાની ડીકીનો ભાગ ખોલવામાં આવ્યો હતો અને સ્ટીકની મદદથી સાપને બહાર કાઢી રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.
સાપ બીન ઝેરી લીલપણ પ્રજાતિનો
નેચર ક્લબના જણાવ્યા પ્રમાણે, એક્ટિવામાંથી મળી આવેલો સાપ બિન ઝેરી લીલપણ પ્રજાતિનો છે. લીલો સાપ આશરે ત્રણથી ચાર ફૂટ લંબાઈ ધરાવતો હતો. નેચર ક્લબની મદદથી આ સાપને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
.