સિદ્ધપુર GIDCમાં 84.77 લાખનાં ખર્ચે તૈયાર થયેલા કોમન ફેસિલિટી સેન્ટરનું  કેબિનેટ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું | Cabinet Minister inaugurated Common Facility Center at Siddpur GIDC at a cost of 84.77 lakhs

Spread the love

પાટણ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુર ખાતે GIDCમાં કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોમન ફેસિલિટી સેન્ટર રૂ.84.77 લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં નિર્માણ પામેલ GIDCનો સમગ્ર રાજ્યમાં આ પ્રથમ એવો હોલ છે જે 100% સરકારનાં ખર્ચે તૈયાર થયો છે. GIDC સિદ્ધપુર સંપુર્ણપણે ચાલુ છે. પાટણ જિલ્લામાં કુલ 5 GIDC છે જેમાં સિદ્ધપુરમાં હવે GIDC-2 નું નિર્માણ થવાનું છે. દરેક GIDC સ્માર્ટ બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. ગુજરાત વિકાસ મોડલ છે. ભારતમાં GDP માં સૌથી વધુ 9% હિસ્સો ગુજરાતનો છે. આપ સૌ ઉદ્યોગ શરૂ કરો હું આપની સાથે છુ. અંતમાં GIDC નાં સભ્યોને મંત્રીએ કહ્યુ હતુ કે, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે કામ કરજો.

સિદ્ધપુર ખાતે GIDC માં કોમન ફેસિલિટી સેન્ટરનાં ઉદ્ઘાટન સમયે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, APMC પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, આગેવાન જયેશ પંડ્યા, GIDC પ્રમુખ નરેશ પટેલ, GIDC પુર્વ પ્રમુખ ભગુભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *