નર્મદા (રાજપીપળા)19 મિનિટ પહેલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લાની વિઝીટમાં આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંકડા રોડને જોઈ પહોળો કરવા સૂચના અપાતા સાગબારા તાલુકાના ચીકલી ગામથી જાવલી થઈ સેલંબા સુધી જતા રસ્તાને પહોળો કરવાની કામગીરી કરતા પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરવે કરતા સેલંબા ગામના 1500થી વધુ દુકાનો અને મકાનોને અસર પહોંચતી હોય છે. રસ્તા વચ્ચે આવતા આ દબાણોને દૂર કરવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો ઇસ્યુ કરતા લોકોમાં ફાફળાટ ફેલાયો થયો હતો. જે બાબતે સંકલનમાં પણ અનેકવાર મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે સેલંબાગામના વેપારીઓ અને રહીશો વર્ષોથી કામ ધાંધો કરી વસવાટ કરતા હોય છે. વધુ પ્રમાણમાં દબાણો દૂર ના કરે એ અંગેની સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતા મસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી દબાણો હટાવવા સ્થાનિકો સાથે વાત કરી દબાણો બળજબરીથી દૂર કરવાને બદલે લોકોને સમજાવીને અને વિશ્વાસમાં લઈને તેને દૂર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
નર્મદા જિલ્લા કલેક્ટરને પત્ર લખતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાગબારા તાલુકાના ચીકલી ગામથી જાવલી થઈ સેલંબા સુધીનો રસ્તો બનાવવાની મંજૂરી આપી છે. આ રોડ બનવાથી સમગ્ર તાલુકાની જનતાને ઘણો ફાયદો થશે. આ રોડનું નિર્માણ કાર્ય નિયત સમય મર્યાદામાં પૂર્ણ થવું જોઈએ. બાંધકામની કામગીરી દરમિયાન આ રોડ પર જ્યાં પણ દબાણો જોવા મળે છે તેને દૂર કરવા પણ જરૂરી છે, પરંતુ આનો અર્થ એ નથી કે આ અતિક્રમણ બળજબરીથી દૂર કરવામાં આવે, બલ્કે લોકોને સમજાવીને અને વિશ્વાસમાં લઈને તેને દૂર કરવા માટે તૈયાર રહેવું જોઈએ. ઘણા સમયથી મને એવી ફરિયાદ મળી છે કે જે નાના વેપારીઓ ઘણા વર્ષોથી રોડ પર કેબીનો અને લારીઓ મૂકીને રોજીરોટી કમાઈ રહ્યા છે. તેમની સર્કલ રોડ હાઉસિંગ વિભાગના અધિકારીઓ અને સિટી સર્વેના અધિકારીઓના કહેવાથી ધરપકડ કરવામાં આવી છે.
આ બધી બાબતોની ચર્ચા માટે સંસદના વર્તમાન ચોમાસુ સત્ર પછી એક બેઠકનું આયોજન કરવા વિનંતી કરું છું. જેમાં તમામ સંબંધિત લોકો ભાગ લે અને હું પણ અહીંના લોકોના પ્રતિનિધિ તરીકે હાજર રહીશ. ઉપરોક્ત વિષય પર તમામ સંબંધિત લોકો સાથે પરામર્શ કરીને તેમને વિશ્વાસમાં લઈ હાલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની તાતી જરૂરિયાત છે
ધારાસભ્ય ચૈતર વસવાનું અરાજક વર્તન
સાંસદ મનસુખ વસાવાએ આ પત્રમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરતા લખ્યું છે કે, ચૈતર વસાવા, ડેડિયાપાડાના AAP ધારાસભ્ય. ઉપરોક્ત વર્ષોના કર્મચારીઓ ધંધો કરતા લોકોને બળજબરીથી બહાર કાઢી રહ્યા છે. જેને કારણે ચૈતર વસાવા આપણા આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની હંમેશા નિંદા કરે છે. તેનું અરાજક વર્તન જે લોકોને અનુસરીને અન્યાયી કાર્યો કરે છે તે યોગ્ય નથીની વાત પણ પાત્રમાં લખી છે.