રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ નજીક આવેલા સરધાર ગામમાં રહેતા અને સુભાષભાઈ કુવાડીયાની વાડીમાં કામ કરતા લીલાબેન રણજીત ડાવર (ઉ.વ.25) આજે સવારના 9 વાગ્યે આસપાસ પાણીની મોટર ચાલુ કરતા ઇલેકટ્રીક બોર્ડમાંથી વિજ કરંટ લાગતા બેભાન થઇ ગયા હતા જેમને તાત્કાલીક સારવાર માટે 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. મૃતકને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આર્થિક ભીંસમાં આત્મહત્યા કરી
રાજકોટ શહેરના ખોડીયારનગર-5માં રહેતાં મુળ બિહારના આનંદ બાબુભાઈ આહીરવાડ (ઉ.વ.18) નામના યુવકે ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો. મૃતક યુવક કારખાનામાં મજુરી કામ કરતો હતો જેને થોડા સમયથી આર્થિક ભીંસ આવતાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકના પરીવારને જાણ કરી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
બિમારી કંટાળી યુવતી આપઘાત કર્યો
રાજકોટ શહેરના મોચીનગરમાં ચામડીયા ખાટકી વાડમાં રહેતી રેહાનાબેન ઉસ્માનભાઈ ભાડુલા (ઉ.વ.23) ગઈકાલે સાંજના 7 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતા એ.ડીવીઝન પોલીસ સ્ટાફ પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક પાંચ બહેનમાં સૌથી નાની અને તેની માતા શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાત ચલાવતા હતાં. યુવતી માનસીક બિમારીથી પીડીત હોય જેની સારવાર પણ ચાલુ હતી. બિમારી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.
સગીરાનો આપઘાત
રાજકોટના કાલાવડ રોડ પર મેટોડામાં મચ્છોનગરમાં રહેતી પરપ્રાંતીય સગીરાએ બપોરના ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી તેની મોટી બહેન પૂનમને જાણ કરી હતી. તરુણીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં લોધિકા પોલીસ સ્ટાફે જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બનાવ અંગે પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક તરૂણી મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાં કામ કરતી હતી અને તે માનસીક બીમારીથી પીડાતી હતી. જેની સારવાર પણ સિવિલ હોસ્પિટલમાં ચાલુ હતી. પરંતુ ગઈકાલે બીમારીથી કંટાળી તેના માતાપિતા કામે ગયાં બાદ તેની મોટી બહેનની હાજરીમાં અંતિમ પગલું ભરી લિધું હતું.
.