ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- સારવાર બાદ સમાધાનનું કીધા બાદ પણ યુવકને માર્યો
- ટ્રેક્ટર કાદવમાં ફસાતા ખેતરની તાર ફેન્સીંગ તોડી
તળાજાના સરતાનપર ગામના સરપંચના ફસાયેલ ટ્રેક્ટરને જે.સી.બી તેમજ લોડરથી કાઢતા સમયે બાજુની વાડીના તાર ફેન્સીંગ તોડી વાડીના માલિક સાથે બોલાચાલી કરી સરપંચના બે પુત્રો સહિત ચાર શખ્સોએ યુવકને લોખંડના પાઇપ ઝીંકી નાસી છુટ્યા હતા બાદમાં યુવક સાથે સમાધાનનું કહી, યુવક સારવાર બાદ ઘરે પરત ફરતો હતો તે વેળાએ પણ ચાર થી પાંચ શખ્સોએ ભેગા મળી પાછો યુવકને મારમારતા ફરીથી ગંભીર હાલતે હોસ્પિટલ ખાતે યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં યુવકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
સરતાનપર ગામના સરપંચ હરાભાઇ વેગડનું ટ્રેક્ટર કાદવામાં ખુંચી ગયું હોય જેને કાઢવા સરપંચના બે પુત્રો બાદલ અને લક્કી તેમજ વિષ્ણુ જાદવ, રવિ ચારેય શખ્સો જે.સી.બી. અને લોડરથી ટ્રેક્ટર કાઢતા હતા તે સમયે બાજુની વાડીની તાર ફેન્સીંગને તોડીને નુકશાન કરતા વાડીના માલિક આઠમભાઇએ નુકશાનના પૈસા માંગ્યા હતા.
જેમાં ચારેય શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપી વિષ્ણુ જાદવે યુવકને લોખંડનો પાઇપ ઝીંકી દેતા યુવકને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો બાદમાં ચારેય શખ્સોએ યુવકને સમાધાન કરવાનું કિધું હતું બાદમાં આઠમભાઇ સારવાર લઇ તળાજાના ડોડિયાના ટપ્પા પાસે પહોંચતા ફરીથી ચારેય શખ્સોએ લોખંડના પાઇપ ઝીંકી દેતા યુવકને ગંભીર હાલતે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
જ્યાં આઠમભાઇએ સરપંચ હરાભાઇના બે પુત્રો બાદલ અને લક્કી તેમજ વિષ્ણુ જાદવ, રવિ વિરુદ્ધ તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સરતાનપરના સરપંચ હરેશભાઈ વેગડનું ટ્રેકટર ફસાતા તેના બે પુત્રોએ બાજુમાં રહેલી વાડીના માલીક ઉપર રોફ જમાવી અન્ય શખ્સો સાથે મળી યુવકને માર માર્યો હતો.
.