પાટણ25 મિનિટ પહેલા
- કૉપી લિંક
સમી તાલુકાના બાબરી ગામે એક જ રાત્રીમાં બે મંદિરોમાં ચોરી થવા પામી છે. જેમાં બાબરી ખાતે રહેતા દાનગર નારણગર ગૌસ્વામી ગામના હનુમાનજી મંદિરમાં પૂર્જા અર્ચના કરી તા.25 મીએ રાત્રીના સમયે મંદિર બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ બુધવારે સવારે મંદિરે આરતી કરવા માટે આવ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોતાં મંદિરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
મંદિરમાં તપાસ કરતાં ચાંદીનું છત્તર, દાન પેટીની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ચોરી થઈ હોવાની જાણ થતાં ગામના લોકો મંદિર દોડી આવ્યા હતા. ત્યારે હનુમાનજી મંદિરની સામે શક્તિ માતાજીના મંદિરે તપાસ કરતાં ત્યાં પણ મંદિરનો દરવાજો ખુલ્લો જોતાં મંદિરમાં તપાસ કરતાં ચાંદીના 6 છત્તરોની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થયો હોવાનું જાણવા મળતા મંદિરના પુજારીએ સમી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
હનુમાનજી મંદિરમાંથી 100 ગામનું ચાંદીનું છત્તર કિંમત રૂ.4200 તથા દાન પેટી અંદાજિત રકમ રૂ.28,000 હજાર શક્તિ માતાજીના મંદિરમાંથી પંચધાતુની મૂર્તી કિંમત રૂ.7000 તથા ચાંદીના છત્તર નંગ-6 કુલ મળી બંન્ને મંદિરમાંથી રૂ.60,200ની ચોરી થવા પામી છે.