રાજકોટ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેર જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં આજે સર્વર ડાઉન થતા દસ્તાવેજ નોંધણીની કામગીરી ઠપ્પ થઈ હતી. જેના પગલે દેકારો બોલી જવા પામ્યો હતો. સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જી-સ્વાનની કનેકટીવીટી ખોરવાતા દસ્તાવેજ નોંધણીની કામગીરી અટકી પડી હતી. ઉલ્લેખનીય છે કે, સબ રજીસ્ટ્રાર કચેરીમાં વારંવાર સર્વર ડાઉન થવાની ઘટના ઘટી રહી છે. જેમાં આજે પણ કચેરીઓ શરૂ થયા બાદ સર્વર ડાઉન થતા અનેક અરજદારોની દસ્તાવેજ નોંધણી લટકી પડી હતી. જેને લઈને અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પોરબંદર-કોચુવેલી ટ્રેન 17 ઓગષ્ટ સુધી આંશિક રીતે રદ્દ કરાઈ
રાજકોટ ડિવિઝનથી ચાલતી પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી દોડશે. દક્ષિણ રેલ્વેના કોચુવેલી રેલ્વે સ્ટેશન યાર્ડમાં પીટ લાઇનની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20910 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ 03.08.2023, 10.08.2023 અને 17.08.2023 ના રોજ શરૂ થનારી એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે ઉપરોક્ત દિવસોમાં ચાલતી ટ્રેન પોરબંદરથી એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી દોડશે અને કોચુવેલી સ્ટેશને જશે નહીં. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
SGST અને CGST મામલે ગ્રેટર ચેમ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરદાતાઓને CGST અંગેના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતમાં જણાવાયુ હતું કે, તાજેતરમાં CGST વિભાગ દ્વારા વિવિધ વેપાર અને વાણિજયના સંગઠનો અને ચેમ્બરોના પદાધિકારીઓની હાજરીમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં કરદાતાઓને પડી રહેલ મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોરી તેનો નિકાલ લાવીને કરમાળખાની રહેલ ક્ષતિઓ કરદાતાઓને પડતી હાલાકીઓને નિવારવા માટેના પગલા અંગે ચર્ચા થઈ હતી. જે અંતર્ગત ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશી દ્વારા નીતિવિષયક મુદ્દાઓને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ઓડિટ માટેની નોટિસની સમય મર્યાદા ઘટાડવા સહિત વિવિધ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
.