- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- A Search Was Conducted For The Husband And Wife Trapped In Yesterday’s Floods At Karchod Village Of Dadra Nagar Haveli, Sangh Pradesh.
વલસાડ42 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના કરચોડ ગામે ખેતરમા કામ કરી રહેલ ખેડુત પરિવારના પતિ પત્ની પાણીનો પ્રવાહ વધવાને કારણે નદીમા તણાઈ ગયા હતા NDRFની ટીમ દ્વારા આ બન્નેની શોધખોળ હાથ ધરી છે. કરચોડ ખાતે રહેતા ચતુર બારકુ ઘાંટાળ ઉ.વ.55 અને એમની પત્ની પોવની ચતુર ઘાંટાળ ઉ.વ 52, બન્ને નદી કિનારે ખેતરમા કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક નદીમા પાણીનો પ્રવાહ વધી જતા બન્ને જણા ફસાઈ ગયા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમા તણાઈ ગયા હતા.ગ્રામજનો દ્વારા શોધખોળ કરતા મળી ના આવતા પ્રશાસનને જાણ કરતા ગુજરાત NDRFની ટીમને મોકલવામા આવી હતી. ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી છે. બીજા દિવસે પણ NDRFની ટીમ દ્વારા નદીના તટ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં ગઈકાલે 24 કલાક દરમ્યાન 1116 mm પડેલા વરસાદને લઈને ડેમ લેવલ જાળવવા વલસાડ જિલ્લા કલેક્ટર, સેલવાસ કલેક્ટર અને દમણ કલેકટરની સંયુક્ત ઓનલાઈન બેઠકમાં નિર્ણય લઈને ડેમના 10 દરવાજા 4 મીટર ખોલીને મધુબન ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. તટ વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. દાદરા નગર હવેલીના કરચોડ ખાતે એક ખેડૂત દંપતી ખેતરમાં ખેતી કરતા હતા અને અચાનક આજુબાજુના પાણી વધતા રેલના પાણીમાં તણાઈ ગયા હતા. કરચોડ સહિત દાદરા નગર હવેલીના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. દાદરા નગર હવેલીની SDRF, ગુજરાત NDRF અને દમણ કોસ્ટગાર્ડની ટીમની મદદ લઈને રેલના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કરચોડના ખેડૂત દંપતી ન મળતા ગુજરાત NDRFની ટીમ દ્વારા ફરી કરચોડ અને આજુબાજુના વિસ્તારમાં રેલના પાણીમાં તણાયેલ ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી છે. ઘટના અંગે ઘટના અંગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહેલા NDRFના જવાનોએ કરચોડ ગામ ખાતે ખેડૂત દંપતી રેલના પાણીમાં તણાયા બાદ મળી ન આવ્યા હોવાની અને હાલમાં નદીના તટ વિસ્તારમાં ખેડૂત દંપતીની શોધખોળ NDRFની ટીમ કરી રહી હોવાની પુષ્ટિ દાદરા નગર હવેલીના સ્થાનિક અગ્રણીઓ અને NDRFના જવાનોએ કરી છે.