શિક્ષકોની પડતર માગણીઓનો પરિપત્ર ન કરતા નર્મદા જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિએ ધારાસભ્યોને આવેદન આપ્યું | The Narmada District Educational Coordination Committee appealed to the MLAs for not circulating the pending demands of the teachers

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Narmada District Educational Coordination Committee Appealed To The MLAs For Not Circulating The Pending Demands Of The Teachers

નર્મદા (રાજપીપળા)20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યું.

વિધાનસભાની ચૂંટણી અગાઉ શિક્ષણ જગતની જુદી જુદી માંગણીઓને સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવેલી હોવા છતાં પણ આજદિન સુધી આ માગણીઓના પરિપત્ર થયા નથી. જેથી કરીને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જુદી જુદી માગણીઓ જેમકે (1) શૈક્ષણિક કર્મચારીઓની 100 ટકા કાયમી ભરતી, (2)બિન શૈક્ષણિક કર્મચારીઓ ની ભરતી માટે સંચાલક મંડળોને મંજૂરી, (3)તારીખ 1/ 4/ 2005 પહેલાં નિમણૂક પામેલ, (4)કર્મચારીઓની જુની પેન્શન યોજના લાગુ કરવાની, (5)ગ્રાન્ટેડ શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવી, (6)આચાર્યો નાં તારીખ 5 /1 /65 ના પરિપત્ર મુજબ એક ઇજાફા આપવાનો, (7)વર્ધીત પેન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડમાં રૂપાંતર, (8)જુના શિક્ષકોની ભરતી કરવી જેવી વિવિધ માર્ગની સંદર્ભે આજરોજ આવેદન આપ્યું હતું .

નર્મદા જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના મહામંત્રી અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવા, ઉપપ્રમુખ અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય રાઠોડ મહામંત્રી તુષારભાઈ પટેલ, પરેશભાઈ વસાવા નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જતીનભાઈ વસાવા વહીવટી સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, પરીક્ષા સમિતિના ઉપપ્રમુખ રીનાબેન પંડ્યા, મહેન્દ્રસિંહ સિંધા તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓએ ભેગા થઈ બે ધારાસભ્યોને આવેદનપત્ર આપી ભવિષ્યમાં આ માગણીઓ નહીં સંતોષાય તો રાજ્ય સંકલન સમિતિના આદેશ પ્રમાણે જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે કહ્યું કે, નર્મદા જિલ્લા સંઘ શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે મને આવેદન આપી તેમના પ્રશ્નો મુદ્દે રજુઆત કરાઇ છે. તો હું તેમના આ પ્રશ્નો માટે સરકાર, મુખ્યમંત્રી સહિતનાં લાગતાં વળગતા તમામને રજૂઆત કરી તેમના પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *