- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- Opposition Leader Of Shehra Taluka Panchayat J.B. Solanki’s Serious Allegation; Widespread Irregularities In Checkwalls And Clay metal Roads At Ujda Village
પંચમહાલ (ગોધરા)42 મિનિટ પહેલા
- કૉપી લિંક
શહેરા તાલુકાના ઉજડા ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં ગરીબો માટેની મનરેગા યોજનાના કામો કર્યા વગર લાખો રૂપિયા ઉપાડી લેવાના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. ત્યારે શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનરેગા શાખાની ટીમના સભ્યોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવતા ભારે ચકચાર મચી છે. શહેરા તાલુકાના ઉજડા ગામે ચેકવોલ અને માટી મેટલ રસ્તાઓમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીએ જણાવ્યું હતું કે, લાખો રુપિયાનું કૌભાડ થયું છે. ચેકવોલ અને માટીમેટલ બન્યા નથી છતા તેના પૈસા ઉપડી ગયા છે. આથી મેં રજૂઆત કરી હતી પણ કૌભાંડને દબાવવા માટે રાતોરાત ચેકવોલ અને માટી મેટલ રસ્તાઓ બનાવાની કામગીરી શરુ કરી છે, પરંતુ સરકારને મારી વિનંતી છે જે પૈસા ઉપડી ગયા છે તે રીકવરી કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો હુ મુખ્યમંત્રી કચેરીની બહાર ઉપવાસ પર બેસવાનો છું.

શહેરા તાલુકામાં આ મામલે ચકચાર મચી જવા પામી હતી. અચાનક મનરેગા શાખાની ટીમ દ્વારા ઉજડા ગામે ચેકવોલ અને માટી મેટલના રસ્તા બનાવવાનું કામ શરૂ કરીને ગેરરીતિઓના પુરાવાઓના નાશ કરવાના પ્રયાસો કરતા વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીએ તાત્કાલિક પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અને પંચમહાલ કલેકટર પાસે પુનઃ આ જગ્યાનું સ્થળ તપાસ કરી પંચનામા સાથે તપાસનો અહેવાલ જો 36 કલાકમાં નહીં આપો તો આજરોજ એટલે કે સોમવારના રોજ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય બહાર ઉપવાસ ઉપર બેસવાની ચીમકીઓ લેખિતમાં ઉચ્ચારવામાં આવી છે.