પંચમહાલ (ગોધરા)29 મિનિટ પહેલા
શહેરા તાલુકાના ઉજડા ગામે મનરેગા યોજનાના કામોમાં લાખ્ખો રૂપિયાના બિલો પાસ કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. જેને લીધે શહેરા તાલુકાના ઉજડા ગામે મનરેગા યોજનાના બહુચર્ચિત બનેલા માહોલ વચ્ચે જે.બી.સોલંકી બાદ હવે નવા વલ્લભપુર ગામના ભગીરથસિંહ જયવીરસિંહ સોલંકીએ ઉજડા ગામના મનરેગા યોજનાના કૌભાંડ સામે અને આ કૌભાંડને દબાવવા માટે મનરેગા યોજનાના એક કર્મચારી આર.કે.બારીઆ દ્વારા કરવામાં આવેલા રૂ. 2 લાખના ઉઘરાણા સામે કાયદેસર તપાસો હાથ ધરવામાં આવી છે. તે માટે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ મહાનિર્દેશક સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેને કારણે ઉજડા ગામના મનરેગાના કૌભાંડમાં “બળતામાં ઘી હોમાયું” જેવો માહોલ સર્જાયો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સત્તાધીશો ઉજડા પ્રકરણમાં ન્યાયિક તપાસો કરવાના બદલે શાંત બેસીને તમાશો જોઈ રહ્યાં છે.!! જેને કારણે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ મહાનિર્દેશક સમક્ષ ઉજડાના મનરેગા કૌભાંડ સામે તપાસ માટે લેખિત રજૂઆતમાં અરજદાર ભગીરથસિંહ સોલંકીએ જણાવ્યું છે, કે જે.બી.સોલંકીના ભ્રષ્ટાચારના આક્ષેપો સંદર્ભમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ નિતેશ માછીનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું, કે જે.બી.સોલંકી નામના વ્યક્તિએ રૂ. 2 લાખની માગ કરતા અમોએ બે લાખ રૂ.ના ઉઘરાણા કરીને ઈન્ચાર્જ એ.પી.ઓ. આર.કે.બારીઆને આપી દીધા છે. જેથી મનરેગા યોજનાના કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવાના સંદર્ભમાં અને સત્યને રફેદફે કરવાના મનરેગા ટીમના કરતૂતો સામે કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે એવી માગ કરી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…