શહેરાના ઉજડાના બહુચર્ચિત મનરેગા યોજનાના બહાર આવેલા કૌભાંડો અને સત્યને રફેદફે કરવાના ઉઘરાણાઓ સામે તપાસની માગ | Demand for investigation into scams and allegations of falsification of the truth out of the much talked about MGNREGA scheme in urban areas.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Demand For Investigation Into Scams And Allegations Of Falsification Of The Truth Out Of The Much Talked About MGNREGA Scheme In Urban Areas.

પંચમહાલ (ગોધરા)29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરા તાલુકાના ઉજડા ગામે મનરેગા યોજનાના કામોમાં લાખ્ખો રૂપિયાના બિલો પાસ કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. જેને લીધે શહેરા તાલુકાના ઉજડા ગામે મનરેગા યોજનાના બહુચર્ચિત બનેલા માહોલ વચ્ચે જે.બી.સોલંકી બાદ હવે નવા વલ્લભપુર ગામના ભગીરથસિંહ જયવીરસિંહ સોલંકીએ ઉજડા ગામના મનરેગા યોજનાના કૌભાંડ સામે અને આ કૌભાંડને દબાવવા માટે મનરેગા યોજનાના એક કર્મચારી આર.કે.બારીઆ દ્વારા કરવામાં આવેલા રૂ. 2 લાખના ઉઘરાણા સામે કાયદેસર તપાસો હાથ ધરવામાં આવી છે. તે માટે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ મહાનિર્દેશક સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેને કારણે ઉજડા ગામના મનરેગાના કૌભાંડમાં “બળતામાં ઘી હોમાયું” જેવો માહોલ સર્જાયો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સત્તાધીશો ઉજડા પ્રકરણમાં ન્યાયિક તપાસો કરવાના બદલે શાંત બેસીને તમાશો જોઈ રહ્યાં છે.!! જેને કારણે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ મહાનિર્દેશક સમક્ષ ઉજડાના મનરેગા કૌભાંડ સામે તપાસ માટે લેખિત રજૂઆતમાં અરજદાર ભગીરથસિંહ સોલંકીએ જણાવ્યું છે, કે જે.બી.સોલંકીના ભ્રષ્ટાચારના આક્ષેપો સંદર્ભમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ નિતેશ માછીનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું, કે જે.બી.સોલંકી નામના વ્યક્તિએ રૂ. 2 લાખની માગ કરતા અમોએ બે લાખ રૂ.ના ઉઘરાણા કરીને ઈન્ચાર્જ એ.પી.ઓ. આર.કે.બારીઆને આપી દીધા છે. જેથી મનરેગા યોજનાના કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવાના સંદર્ભમાં અને સત્યને રફેદફે કરવાના મનરેગા ટીમના કરતૂતો સામે કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે એવી માગ કરી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *