જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- ઇલેકટ્રીક વાહનમાં ખાસ્સું નુકસાન થયું
- આગનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ
જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભર બપોરે ઈલેકટ્રીક સ્કૂટરમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગના કારણે સ્કૂટરમાં ખાસ્સું એવું નુકસાન થયું હતું. આગનો બનાવ સીસીટીવી કેમેરમાં કેદ થયો હતો.
જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલા એમ્બિયન્સ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા એક ઈલેકટ્રીક સ્કૂટરમાં આગ ભભૂકી હતી. આ સ્કૂટરમાં અચાનક જ ધૂમાડા નીકળવા લાગ્યા હતા અને ગણતરીની સેકન્ડોમાં તે વાહન આગમાં સળગી ગયું હતું. બનાવની જાણ થતાં દોડી આવેલા ફ્લેટધારકોએ પાણીનો મારો ચલાવી વધુ નુકસાની થતી અટકાવી હતી. આ બનાવ એપાર્ટમેન્ટના સીસી ટીવી કેમેરામાં કેદ થયો હતો. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં થોડા દિવસોથી શહેરમાં વાહનોમાં આગ લાગવાના કિસ્સામાં ધરખમ વધારો થયો છે.
.