એક મિનિટ પહેલા
આર્થિક સંકડામણમાં વીખેરાયો પરિવાર
વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે મુકેશભાઈએ ઝેરી દવા પી પોતાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મુકેશભાઈએ જ પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતારી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મુકેશભાઈ આર્થિકભીંસથી કંટાળી આવું પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સારવારમાં ખસેડતા સમયે ઈજાગ્રસ્ત મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ખાવા-રહેવા માટે પૈસા તો જોઈને, મેં મારી જાતે બ્લેડના ઘા માર્યા છે. જ્યારે પોલીસને એક સુસાઈડ નોટ મળી છે જેમાં મકાન ખાલી કરવાનું દબાણ હોવાનો ઉલ્લેખ છે.રાવપુરા પોલીસ સ્ટેશનના એક પૂજા તિવારી સયાજી હોસ્પિટલના ઇ એન્ડ ટી ઓપરેશન થિયેટરમાં પહોંચ્યાં, જ્યાં મુકેશ પંચાલ સારવાર હેઠળ છે અને તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. પુત્રના બન્ને હાથ બંધાયેલા હતા અને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે પત્નીને ઝેરી દવા પાઇ હતી. પરંતુ ન મરતા તેને દુપટ્ટાથી પતિએ ગળેટૂંપો આપ્યો હતો. આથી પત્ની-પુત્રની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ ખૂલ્યું છે.મળેલી માહિતી પ્રમાણે પિરામીતાર રોડ ઉપર આવેલ કાછિયા પોળના રહેવાસી મુકેશભાઇ ભોગીલાલ પંચાલ (ઉં.વ. 47), તેની પત્ની નયનાબેન અને 24 વર્ષીય પુત્ર મિતુલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને પુત્રના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કરનાર મુકેશભાઈ પંચાલને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
તિસ્તા સેતલવાડે કરી ફરી હાઈકોર્ટમાં અરજી
ગુજરાતમાં વર્ષ 2002નાં રમખાણો બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ અંતર્ગત સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર સુનાવણી ચાલી રહી છે. ત્યારે તિસ્તા સેતલવાડ પોતાની સામેની ફરિયાદ રદ કરાવવા હાઇકોર્ટ પહોંચ્યા છે.
નિર્દોષ લોકોને મૃત્યુદંડની સજા થાય તેવી શક્યતાઓ હતી તિસ્તા સેતલવાડ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે. જેમાં તિસ્તા સેતલવાડ સામે ગુજરાતમાં વર્ષ 2002ના કોમી રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અન્ય નેતાઓ સામેં ખોટા પૂરાવા અને સાક્ષીઓ ઉભા કરવાનો આક્ષેપ છે. આવા કાવતરાથી નિર્દોષ લોકોને મૃત્યુદંડની સજા થાય તેવી શક્યતાઓ હતી.
અગાઉ તિસ્તા સેતલવાડના જામીન ફગાવાઈ ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે, આ કેસમા આરોપીઓ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે અગાઉ તિસ્તા સેતલવાડની આ કેસમાંથી ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ ફગાવી ચૂકી છે. તો હાઈકોર્ટ દ્વારા પણ તિસ્તા સેતલવાડના જામીન ફગાવાઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડને રાહત અપાઈ છે.
આગામી સમયમાં સુનાવણી હાથ ધરાઈ તેવી શક્યતા તિસ્તા સેતલવાડે હવે એડવોકેટ એસ.એમ. વત્સ મારફતે પોતાની સામેની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ક્રાઈમ બ્રાન્ચે કરેલ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની પર આગામી સમયમાં સુનાવણી હાથ ધરાઈ તેવી શક્યતા છે.
દબાણો અને પાર્કિંગ દૂર કરી ચાર્જ વસુલાશે
જાહેર રોડ પર થતાં ગેરકાયદેસર દબાણ અને પાર્કિંગને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારસન દ્વારા ગેરકાયદેસર પાર્કિંગને લઇ નવા આદેશ કરવામાં આવ્યા છે. શહેરમાં આવેલા શોપીગ સેન્ટરો, રેસ્ટોરન્ટો, ક્લબો, હોસ્પિટલો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, મોલ્સ, કોમર્શિયલ કોમ્પ્લેકસ, ઓફિસ બિલ્ડિંગ, ધાર્મિક સ્થાનો, બગીચાઓ, પાર્ટી પ્લોટો વગેરે જેવા જાહેર સ્થળોની બહાર ટી.પી. રસ્તાની જગ્યામાં થતા ટ્રાફિકને નડતરૂપ થતાં પાર્કિંગને લઇ જે તે સંસ્થાના મેનેજમેન્ટ, ઓનર્સ તથા સંબંધિતોને નોટીસ આપવાની રહેશે. ગેરકાયદેસર રીતે પાર્કિંગ ટી.પી. રસ્તા પર ના થયા તે માટે તેમજ જે તે પ્રીમાઇસીસીમાં જરૂરી પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા અંગે જરૂરી કાર્યવાહી જાણ કરવાની રહેશે. જેના માટે અલગથી ટીમ ઉભી કરવામાં આવશે.
સીજી રોડ, નારણપુરા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા, પ્રભાત ચોકથી ગુજરાત હાઇકોર્ટ, એસજી હાઇવે અને પકવાન ચાર રસ્તાથી સેટેલાઇટ કેશવબાગ સુધીના જાહેર રોડ પરના દબાણો દૂર કરવાને લઇ એસ્ટેટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સુપરવિઝનની જવાબદારી સોંપી છે. આ પાંચેય જગ્યાએ જાહેર રોડ પર દબાણો અને પાર્કિંગ દૂર કરવાની સૂચના આપતાં ઝૂંબેશ શરૂ કરાશે. અલગ અલગ સમયે અધિકારીઓએ રાઉન્ડ લઇ જાહેર રસ્તા ઉપરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો અને અધિકૃત/ ગેરકાયદેસર કાચા પાકા દાબણો, નડતરરૂપ તથા ગેરકાયદેસર પાર્કિંગ વાહનો દૂર કરવા તથા વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવશે.
રાજ્યમાંથી ફરી સામે આવ્યું આતંકી મોડ્યૂલ
ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળી હતી, આથી ગત મોડી રાતે ઓપરેશન કરીને ત્રણ આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયાં હતાં. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે.ખત્રીવાડમાં આવેલ શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકી રહેતો હતો, સૈફ નવાઝ અને તેની સાથે રહેલા વધુ એક વ્યક્તિને પણ એટીએસ ઉઠાવી ગઈ છે. જુમ્મા મસ્જિદ ચોકમાંથી પણ શંકાસ્પદ ગણાતા 8થી વધુ લોકો ATSએ ઉઠાવ્યા છે. સત્તાવાર કેટલા લોકોની ધરપકડ થશે તે માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર કરવામાં આવશે. 6થી 7 મહિનાથી સૈફ જુમ્મા મસ્જિદ પાસેના મકાનમાં ભાડે રહેતો હતો. શ્રીકૃષ્ણ કુંજમાં બહાર અને અંદર સીસીટીવી ફીટ થયેલા છે. આથી તેની ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ હોય તેવું પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.
હવામાન વિભાગે કરી વધુ એક આગાહી
બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં પણ વધુ સ્પેલમાં વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બન્યું છે જેનું મુવમેન્ટ બાંગ્લાદેશ તરફ વધારે છે. જો કે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સંભાવના નહીંવત છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાની શક્યતા છે. જેની અસર આખા ગુજરાતમાં જોવા મળશે અને હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદની શક્યતા છે.
.
Meet Samuel Edyme, Nickname - HIM-buktu. A web3 content writer, journalist, and aspiring trader, Edyme…
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…