- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Municipality’s ‘scissors’ On Shaheed Smarak, Size Reduced By 30 Percent, Incomplete In 5 Years, Peace Center, Gallery Will Not Be Built
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
- મેયર મહેલ-ફન સ્ટ્રીટ માટે તિજોરી ખૂલ્લી કરી પણ વીરો માટે રૂપિયા નથી
કારગીલ યુદ્ધમાં 26મી જુલાઇ-1999ના રોજ ઘૂસણખોર પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો. આ યુદ્ધમાં વીરગતિ પામનારા વીર શહીદોના માનમાં કારગીલ વિજય દિવસ તરીકે ઊજવવાનું નક્કી થયું હતું. આવતીકાલે આ નિમિત્તે પાલિકા સત્તાધીશો લેક-વ્યૂ ગાર્ડન નજીક કારગીલ ચોક પર પર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી ગણતરીની મિનીટમાં ફરી છુટા પડી જશે. જોકે છેલ્લા 5 વર્ષથી વેસુમાં બની રહેલું ‘શહીદ સ્મારક’ આજે પણ અધૂરું છે, ઉપરથી જમીનને 83560 ચોમીથી ઘટાડી 59416 કરી દેવાઈ છે.
સ્મારક 83560 ચો.મી.માં બનવાનું હતું હવે પાલિકાએ તેની સાઇઝ ઘટાડીને 59416 કરી દીધી
વર્ષ-2018થી વીર શહીદોની યાદગીરી માટે 52 કરોડના ખર્ચે હાથ ઉપર લેવાયેલા શૌર્ય સ્મારકો પ્રથમ ફેઇઝ 2 વર્ષમાં જ પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતું. જોકે, 5 વર્ષે પણ નિર્માણ કાર્ય હજુ 25 ટકા બાકી છે. મોડે-મોડે શરૂ કરાયેલાં સેકન્ડ ફેઝની 4 મહિના પહેલાં શરૂઆત તો કરાઈ પણ હજુ સુધી સ્થળ પર એકડો ઘૂંટાયો નથી. સ્મારકમાં આયોજિત પીસ સેન્ટર, શાંતિવન, હોર્ટીકલ્ચર, ગેલેરી બિલ્ડિંગ અને એડ્મિન બિલ્ડિંગ જેવા મહત્વાકાંક્ષી કોમ્પોનેન્ટ્સ પણ રદ્દ કરી દેવાની ફરજ પડી છે. તેમ છતાં પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં પાલિકાના હાઉસિંગ વિભાગને ફીણ નીકળી રહ્યાં છે.
26મી જુલાઇના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેનારા પાલિકા સત્તાધીશો વર્ષોથી ખોટા કારણો ધરી જવાબદારીમાંથી હાથ ખંખેરી રહેલાં વિભાગના જવાબદારોના કાન આમળે તે જરૂરી છે. શહીદ સ્મારક 13 એકર જમીનમાં ફેલાયેલું છે. તેમ છતાં આ પ્રોજેક્ટ નિયત સમયે બનીને તૈયાર થઇ જતાં વડાપ્રધાન મોદીના હસ્તે સ્મારક લોક અર્પિત કરી દેવાયો હતો. આ શૌર્ય સ્મારકોની જેમ જ સુરતના વેસ્ટમાં શહીદ સ્મારક પ્રોજેક્ટના બીજ વર્ષ 2018માં નાખવામાં આવ્યાં હતાં. ફેઝ-1નું કામ 2 વર્ષની મર્યાદામાં પૂર્ણ થવાનું હતું. જોકે હજુ આ કામગીરી 76 ટકા સુધી જ પૂર્ણ થઇ છે.
હવે રૂા.12 કરોડના ખર્ચે ફેઝ-2ના કામ 4 મહીના પહેલાં જ શરૂ કરાયું છે. શહીદ સ્મારકનું સંપૂર્ણ કામ 2021 સુધીમાં પૂર્ણ થવાનું હતું. જોકે સમગ્ર પ્રોજેકટ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોવાથી આગામી 2 વર્ષમાં પણ સ્મારક લોકો માટે ખુલ્લો મુકાય તેવી સ્થિતિ ધૂંધળી બની છે. ત્યારે વર્ષ 2023-24ના બજેટમાં શહીદ સ્મારક ના ફેઝ-3 અંતર્ગત સ્ટેટસ અને ડાયનેમીક ડિસ્પ્લે વર્કના ક્રિશ્ન અને ટ્યુશન કરવાનું કામ કરવામાં આવશે તેવી પણ જોગવાઇ કરાઇ હતી.
‘સ્મારકમાં શું મુકાશે તેની જાણ નથી’
લાંબા સમયથી વહીવટી આયોજના અભાવે ટલ્લે ચડેલા વેસુના શહીદ સ્મારક અંગે પાલિકાના જવાબદાર હાઉસિંગ વિભાગના મેઘાણી દેસાઇએ પ્રોજેક્ટ અંગે કોઈ જ માહિતી ન હોવાનું જણાવી 6 મહિના પછી સ્થિતિ સ્પષ્ટ થશે તેવું જણાવ્યું હતું. તેમણે સ્મારકના સિવિલ વર્ક સિવાય અંદર શું મુકાશે તેનાથી પણ તેઓ અજાણ હોવાની સાથે ક્યુરેટ પછી માહિતી આપી શકાશે એવું કહ્યું હતું.
આ પ્રોજેક્ટો ધમધમતા થઈ કરી દેવાયા
શહીદ સ્મારકની સાથે મેયર બાંગલો, અણુવ્રત દ્વારથી જીએડી ગોયન્કા સ્કૂલ સુધીના આઇકોનિક રોડના પ્રોજેક્ટ પણ શરૂ થયાં હતાં. પાલિકાએ મેયર મહેલ અને આઇકોનિક રોડ બનાવવામાં જે જોશ બતાવ્યું તેની સામે શહીદ સ્મારકમાં ઘોર અવગણના કરાઈ છે. પાલિકા કાર્યક્રમ તો યોજે છે પણ શહીદોની યાદગીરી માટેના સ્મારક મામલે વર્ષોથી ઠાલા વચનો જ અપાઈ રહ્યા છે.
.