તાપી (વ્યારા)41 મિનિટ પહેલા
- કૉપી લિંક
તાપી જિલ્લાની વ્યારા પોલીસ છેલ્લાં ઘણા સમયથી દારૂને નીસ્તે નાબૂદ કરવા દારૂના તસ્કરોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલે છે. ત્યારે વ્યારાના સરૈયાથી કપુરા રોડનાં કપુરા ગામ ત્રણ રસ્તા પાસે વોક્સ વેગન કંપનીની વેન્ટો કારને ઉભી રાખી તેમાં તપાસ કરતાં દારૂ મળી આવેલ હતો.
મળતી માહિતી મુજબ, ગત રોજ સાંજના અરસામાં વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નવરાજસિંહ ડાભીને બાતમી મળેલ હતી કે, સરૈયાથી કપુરા રોડ, કપુરા ગામ ત્રણ રસ્તા પાસેથી વોક્સ વેગન કંપનીની વેન્ટો કારમાં દારૂની તસ્કરી થઈ રહી છે. જેને પગલે પોલીસે બાતમીની જગ્યાએ વોચ ગોઠવી દારૂની હેરાફેરી કરતાં 2 આરોપીઓને ઝડપી પાડયા હતા.
આ 2 આરોપીઓ પાસે કુલ રૂ.2,57,900નો મુદામાલ કબ્જે કર્યો હતો. જેમાં વોક્સ વેગન કંપનીની વેન્ટો કાર આશરે કિં.રૂ.2,00,000ની ભારતીય બનાવટની બિયરના ટીન નંગ-479 જેની કુલ કિં.રૂ.47,900નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-2 કિં.રૂ.10,000 પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસે 2ની ધરપકડ તેમજ પ્રોહી મુદ્દામાલ નવાપુર (મહારાષ્ટ્ર) ખાતેથી ભરી આપનાર તથા સુરત ડીંડોલી ખાતે પ્રોહી મુદ્દામાલ લેનારને વોન્ટેડ જાહેર કર્યો.
પકડાયેલ આરોપી:
- દિનેશ ઉર્ફે વિક્કી અશોકભાઇ પાટીલ (રહે.8-502, સીલીકોન પામ એપાર્ટમેન્ટ, સાંઇવિલા સોસાયટી સામે, ડીંડોલી, સુરત)
- કિરણ જગતસિંહ રાજપુત (રહે.B-1, 408, ઉત્સવ રેસીડન્સી, ફ્લાવર ગાર્ડન પાસે, ડીંડોલી, સુરત)
વોન્ટેડ આરોપી:
- સુનિલ ઉર્ફે વકીલ વિલાશે પાર્ટીલ (રહે.326, રાજદીપ રો.હાઉસ, કરાડવા રોડ, ડીંડોલી, સુરત)
LCBએ છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
તાપી પેરોલ ફર્લો સ્કવોડની અને LCB ટીમ દ્વારા તાપી જિલ્લાનાં વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પેરોલ ફર્લો સ્કવોડ અને LCBને તાપીના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાના કામના નાસતો-ફરતો આરોપી સોનગઢના પરોઠા હાઉસ ખાતે હોવાની ચોક્કસ હકિકત મળેલ હતી. જે પૈકી હકિકત આધારે પેરોલ ફર્લો સ્કવોડ અને LCBની ટીમ બનાવી ગતરોજ સોનગઢ શહેર ખાતે મોકલતા વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાનો નાસતો-ફરતો આરોપી અનિલભાઇ મનહરભાઇ પાટીલ (રહે. જનતાપાર્ક માર્ગ, પ્લોટ નં 27, નવાપુર તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ને તાપીના સોનગઢમાં આવેલા પરોઠા હાઉસ પાસેથી પકડી પાડી સોનગઢ પો.સ્ટે. આગળને કાર્યવાહી અર્થે સોપી દેવાં આવ્યો છે.