વેડ રોડ વિસ્તારમાં દૂધ લેવા જતી કિશોરી સાથે નરાધમે શારીરિક અડપલાં કર્યા; પિતા ઠપકો આપવા ગયા તો યુવકે માર માર્યો | Naradham had a physical encounter with a teenage girl who was going to fetch milk in the Wade Road area; When the father went to scold him, the youth beat him

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Naradham Had A Physical Encounter With A Teenage Girl Who Was Going To Fetch Milk In The Wade Road Area; When The Father Went To Scold Him, The Youth Beat Him

સુરત17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરના ચોક બજાર પોલીસ મથક હદના વેડ રોડ વિસ્તારમાં કિશોરીની છેડતી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. વેડ રોડ મીનાનગર પાસે એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે તેના એપાર્ટમેન્ટમાં રહેતી કિશોરી દૂધ લેવા જતી વખતે અડપલા કરી શારીરિક છેડતી કરી હતી. જેથી બનાવને પગલે કિશોરીએ તેના માતા-પિતાને તમામ હકીકત જણાવતા તેઓએ યુવક વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોક બજાર પોલીસે હવસખોર સામે છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેડ રોડમાં દૂધ લેવા નીકળેલી કિશોરીની છેડતી
બનાવ અંગે મળતી વિગત મુજબ વેડ રોડ પર મીનાનગર પાસે આવેલા ઓમ સાઈ એપાર્ટમેન્ટમાં રહેતો ભાવેશ પાનવકર રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગતરોજ રાત્રે 8:00 વાગ્યાના અરસામાં ભાવેશ એપાર્ટમેન્ટમાં બેઠો હતો. આ દરમિયાન એપાર્ટમેન્ટમાં રહેતી 16 વર્ષીય કિશોરી દૂધ લેવા માટે ગઈ હતી. એ સમયે હવસખોર ભાવેશે કિશોરી પર દાનત બગાડી હતી. પાછળથી કિશોરીને પકડી પાડી તેના શરીરના ભાગે અડપલા કરી છેડતી કરી હતી.

યુવકે કિશોરીના પિતાને માર માર્યો
કિશોરીએ ઘરે આવી યુવકે કરેલી હરકત વિશે તેના માતા-પિતાને તમામ હકીકત જણાવી હતી. ત્યારે બનાવને પગલે તેના માતા-પિતા આ બાબતે ભાવેશને ઠપકો આપવા જતા ભાવેશે તેના પિતાને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી આખરે કિશોરીના માતા-પિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવેશ સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *