સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક
બુટલેગર રાકેશ નાથુલાલ ડામોર
બુટલેગરને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો…
સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પાસા હેઠળ ઝડપી લઇ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરતા એક શખ્સ વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, જાદર, વિજયનગર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા હતા.
આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સો વિરુદ્ધ સખ્તાઈપૂર્વકની કાર્યવાહી કરવાના આદેશો બાદ જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની રાહબરી હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દ્વારા જિલ્લામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એ.જી.રાઠોડ દ્વારા રાજસ્થાનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા રાકેશ નાથુલાલ ડામોર (રહે બાલીચા બુધરા ફળો તાલુકો ખેરવાડા જિલ્લો ઉદયપુર)ની વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, વિજયનગર તેમજ જાદર પોલીસ પથકમાં ગુના નોંધાયા હતા. તેમ છતાં આ શખ્સે રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવી હેરાફેરી કરતો હતો. જેને લઈને પી.આઈ.એ.જી.રાઠોડે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ રાકેશ નાથુલાલ ડામોરના વિરોધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા પોલીસવાળા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠાને આ દરખાસ્ત મોકલી આપાતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાકેશ નાથુલાલ ડામોર વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. તેથી પોલીસે તેની અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયો હતો.
વાહન ચોરીના ગુનામાં સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો…
સાબરકાંઠા LCBએ જાદર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને હિંમતનગરથી ઝડપી લઈને જાદર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
નાસતો ફરકો આરોપી રામજી ઉર્ફે દિનેશ રવા ગમાર
આ અંગેની LCBના PI એ.જી.રાઠોડે જણાવ્યું હતું કે, LCBના PSI એસ.જે.રાઠોડ અને સ્ટાફ હિંમતનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા..બાતમીના આધારે હિંમતનગર બાયપાસ રોડથી ઇડર તરફ જતા હાઈવે રોડ પર ત્રણ રસ્તા પરથી ઉભેલો જાદર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણીના સુબરી ગામના રામજી ઉર્ફે દિનેશ રવા ગમારને ઝડપીને ડીટેન કર્યો હતો. ત્યારબાદ જાદર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.