મહેસાણા3 મિનિટ પહેલા
- કૉપી લિંક
વિજાપુર તાલુકા પોલીસે રાત્રી દરમિયાન વાહન ચેકીંગ કરતા એક અલ્ટો ગાડીમાંથી તપાસ કરતા બિલ વગરના તુવેર દાળના પાંચ કટ્ટા લઈને જતા ઇસમોની તપાસ પૂછપરછ કરતા કોઈ બિલ ન હોવાને કારણે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી ગાડી અને તુવેર દાળ ના કટ્ટા કબ્જે કરી વધુ તપાસ આદરી છે.
વિજાપુર તાલુકા પોલીસ મથકના કર્મીઓ વિજાપુર શહેરમા ખત્રીકુવા નજીક વિસનગર પીક અપ સ્ટોપ પાસે વાહન ચેકિંગમાં હતા.એ દરમિયાન ખત્રી કુવા નજીક વિસનગર પીક અપ સ્ટોપ પાછળથી એક અલ્ટો ગાડીમાંથી બે ઇસમો નજીકમાં આવેલ શિવ શક્તિ કિરાણા સ્ટોરમાં સફેદ કટ્ટા ઉતારી રહ્યા હતા.એ દરમિયાન પોલીસે તપાસ કરતા કટ્ટા તુવેર દાળના હોવાનું સામે આવ્યું હતું
કટ્ટા ઉતારતા ઈસમો પાસે પોલીસે બીલ અને તુવેર દાળ ના આધાર પુરાવા માગતા શંકાસ્પદ ઈસમોએ પોલીસને કોઈ જવાબ આપ્યો નહોતો તેમજ જે દુકાનમાં કટ્ટા ઉતારવામાં આવી રહ્યા એ દુકાનદાર પણ પોલીસ સમક્ષ કોઈ વાત ન કરતા પોલીસે દિલીપ કેશવલાલ પટેલ,નિકુંજ દિલીપભાઈ પટેલ,જીતેન્દ્ર કુમાર પરશોતમ દાસ મોદીને ઝડપી લીધા હતા.
પોલીસે તપાસ દરમિયાન પાંચ તુવેર દાળના કટ્ટા કિંમત 7500 અને ગાડી કિંમત 50,000 કબ્જે કરી હતી.તેમજ ઝડપાયેલા ઈસમો સામે કલમ 41 (1)(ડિ) મુજબ વિજાપુર પોલીસમાં કાર્યવાહી કરવામાં આવી હતી.તેમજ સમગ્ર કેસમાં હાલમાં તપાસ પી.એસ.આઈ એ.આર.બારીયા કરી રહ્યા છે.