વાપીમાં ધોળે દિવસે વેપારીની કારમાંથી 10 લાખ ભરેલી બેગ આંચકીને બે શખ્સો ફરાર, પોલીસે નાકાબંધી કરીને શોધખોળ હાથ ધરી | Two persons caused an accident with a car driver near Gitanagar in Vapi and carried out a scam of 10 lakhs, police are searching for the accused.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Two Persons Caused An Accident With A Car Driver Near Gitanagar In Vapi And Carried Out A Scam Of 10 Lakhs, Police Are Searching For The Accused.

વલસાડ5 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની ઔદ્યોગિક નગર વાપીમાં આજે ધોળેદિવસે લાખો રૂપિયાની ચીલઝડપની ઘટના બનતા ચકચાર મચી છે. આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જઈ રહેલા વેપારીની કારને આંતરી મોપેડ પર આવેલા ત્રણ લોકોએ આ ચીલઝડપની ઘટનાને અંજામ આપ્યો હતો. ચીલઝડપની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. લાખોની ચીલઝડપની ઘટના બાદ પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી ભાગી છુટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

દમણના વેપારી સાથે વાપીમાં ઘટના બની
​​​​​​​
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના વીરેન્દ્રસિંહ વિજેન્દ્રસિંહ રાજપૂત તેના વેપાર ધંધા માટે વાપીના ગોવિંદા કોમ્પ્લેક્સ ખાતે આવેલા આંગડિયા પેઢીમાં રૂ 15 લાખ લેવા ગયા હતા. રૂપિયા ભરેલી બેગ લઈને દમણ તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન વાપી ગીતા નગર પોલીસ ચોકી પાસે પસાર થતી વિજેન્દ્રસિંહની કારને અજાણ્યા મોપેડ ચાલકે વિજેન્દ્રસિંહની કાર અટકાવી અકસ્માત કેમ કર્યો તેમ જણાવી કારનો ડાબી બાજુનો કાચ ખોલાવ્યો હતો. અને વિજેદ્રસિંહનું ધ્યાન ભટકાવવા તે અજાણ્યો મોપેડ ચાલક બોલતો બોલતો કારની જમણી બાજુ જઈને કાર ચાલક સાથે ઝઘડો કરવામાં વ્યસ્ત કરાવ્યો હતો. જે દરમ્યાન અન્ય એક મોપેડ ઉપર આવેલ 2 યુવકો પૈકી 1 યુવકે વિજેદ્રસિંહની કારની આગળની સીટ ઉપર મુકેલી 15 લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ભાગી ગયો હતો. વિજેન્દ્રસિંહનું ધ્યાન જતા તેને થેલી બચાવવા જતા થેલીમાંથી 5 લાખ રૂપિયા બચાવવામાં સફળતા મળી હતી. વિજેન્દ્રસિંહે બુમાબુમ કરી ચિલઝડપ કરી ભાગી રહેલા યુવકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

એક આરોપીએ વેપારીનું ધ્યાન ભટકાવ્યું, બીજાએ ચીલઝડપ કરી
ચીલઝડપની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સૌ પ્રથમ એક મોપેડ પર સવાર વ્યકિત વેપારી સાથે ઝઘડો કરી તેનું ધ્યાન ભટકાવી રહ્યો છે. આ જ સમયે પાછળથી બે અન્ય લોકો આવે છે અને તેમાંથી એક વ્યકિત કારના દરવાજા પાસે જઈને અંદર રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ, વેપારી સાથે ઝપાઝપી થતા બેગમાં રહેલા પાંચ લાખ કારમાં જ પડી ગયા હતા. જ્યારે આરોપી અન્ય દસ લાખ રૂપિયા લઈ અન્ય આરોપી સાથે ઘટનાસ્થળ પરથી નાસતો જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમની મદદ લઈને જિલ્લામાં નાકાબંધી હાથ ધરી ચિલઝડપ કરી મોપેડમાં ભાંગેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતો. વાપી ટાઉન પોલીસ મથકે દમણના વેપારીની ફરિયાદ નોંધી આગળની તાપસ વાપી ટાઉન પોલીસ, LCB અને SOGની ટીમે હાથ ધરી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ જાહેર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *