મોરબી4 મિનિટ પહેલા
- કૉપી લિંક
વાંકાનેર હાઈવે પર ચોકડી પાસે ટ્રકચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારતા બાઈક પર સવાર બંને યુવાનોને ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું હતું. જે બનાવ મામલે ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
![](https://gnews24x7.com/wp-content/uploads/2023/08/1691069993_414_વાંકાનેર-હાઈવે-પર-ટ્રકચાલકે-ડબલ-સવારી-બાઈકને-ઠોકર-મારતા-એકનું.jpg)
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના મક્તાનપર ગામમાં રહેતા સવજીભાઈ રાણેવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરેશભાઈનુ બાઈક લઈને તેની સાથે ફરિયાદીનો દીકરો વિક્રમ બંને સાંજે વાંકાનેર ખાતર લેવા ગયા હતા. સાંજના સમયે વાંકાનેર જીનપરા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત થયો હતો. જેથી વાંકાનેર સરકારી હોસ્પિટલ ગયા હતા.
વધુ સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને રીફર કરવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીના દીકરાને ગંભીર ઈજા થઇ હતી. જેથી ફરિયાદીના દીકરા વિક્રમ રાણેવાડિયાનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. તેમજ સુરેશભાઈનો હાથ કપાઈ ગયો હતો. વાંકાનેર સીટી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.