વલસાડની આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટીની લોભામણી સ્કીમોમાં છેતરપિંડીનો ભોગ બનનારા નાગરિકોને સુરત CIDનો સંપર્ક કરવા અનુરોધ કરાયો | Citizens who have been cheated in the fraudulent schemes of Anandashree Multipurpose Co.O.Society of Valsad are requested to contact Surat CID.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Citizens Who Have Been Cheated In The Fraudulent Schemes Of Anandashree Multipurpose Co.O.Society Of Valsad Are Requested To Contact Surat CID.

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો આનંદ શ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ દ્વારા જાહેર કરવામાં આવેલી લોભામણી લાલચોનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક CID ક્રાઈમ સુરત કચેરીનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ. દ્વારા ટૂંકી મુદ્દે બહોળો લાભ આપવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી આચરવામાં આવી હતી. જે અંગે CID ક્રાઈમ સુરત કેસની તપાસ કરી રહી છે. જેથી ભોગ બનનાર લાભાર્થીઓએ જરૂરી પુરાવાઓ સાથે CID ક્રાઇમની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.

‘આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ.’(રજિસ્ટર્ડ ઓફિસ સરનામું: ગલી નં.16 અને 17, બીજા માળે, ચંદ્રલોક કોમ્પ્લેક્ષ, સિને પાર્કની બાજુમાં, ચણોદ, વાપી તથા ફ્લેટ નં.302, ત્રીજા માળે, આરંભ ચેમ્બર, ચીકુવાડી, ચલા, તા.વાપી, જિ.વલસાડ)ના હોદ્દેદારો/કર્મચારીઓએ મંડળીના સભાસદો/થાપણદારો/આમ જનતા પાસેથી જુદી-જુદી લોભામણી સ્કીમોના નામે મોટી રકમ ઉઘરાવી નાણાકીય છેતરપિંડી આચરી છે.

આ સોસાયટી સ્કીમોના નાણાંકીય/વહિવટી હિસાબ રજૂ કરવામાં તથા રોકાણકારોના નાણાં પરત કરવામાં નિષ્ફળ ગઈ છે. આ બાબતની અરજીની તપાસ સુરત શહેર CID ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ‘આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.ઓ.સોસા.ની સ્કીમોમાં જાહેર જનતા/રોકાણકારો સાથે કોઇ નાણાંકીય વિશ્વાસઘાત, છેતરપિંડી થઈ હોય અથવા પાકતી મુદતે રોકાણના નાણાં પરત કરવામાં નિષ્ફળ ગયા હોય તો તે અંગેના રોકાણના જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે ડિટેક્ટીવ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી, CID ક્રાઇમ, સુરત શહેર તપાસ એકમ. એ-બ્લોક, બીજો માળ, બહુમાળી ભવન, નાનપુરા, અઠવાલાઇન્સ, સુરતના સરનામે રૂબરૂ સંપર્ક સાધવા અથવા મો.નં. 9925113880 ઉપર સંપર્ક સાધવા ટી.વી.પટેલ, ડિટેક્ટિવ પો.ઇન્સ. CID ક્રાઇમ સુરત દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *