વલસાડ36 મિનિટ પહેલા
ફરિયાદી યુવક
વલસાડ તાલુકાના પારનેરા હાઇવે ઉપર આવેલ કિન્નરી પેટ્રોલ પમ્પના એક કર્મચારી ઉપર સ્પે છાંટી એક ઈસમ રૂ. 13 હજારની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. પેટ્રોલ પમ્પ કર્મચારી ભાનમાં આવ્યા બાદ ચેક કરતા રૂપિયા મળી આવ્યા ન હતા. તેમજ CCTV કેમેરા ચેક કરતા અજાણ્યો ઈસમ પેટ્રોલ પમ્પના કર્મચારીના મોઢા ઉપર સ્પે છાંટી રૂપિયાની લૂંટ ચલાવી ગયો હોવાનું CCTVમાં કેદ થતા તાત્કાલિક ઘટના અંગે રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરતા રૂરલ પોલીસની ટીમે પેટ્રોલ પમ્પના ફૂટેલ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડના પારનેરા હાઇવે ઉપર આવેલ કિન્નરી પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતો એક કર્મચારી પમ્પ ઉપર ગાડી ન હોવાથી બાંકડા ઉપર સુઈ ગયો હતો. ત્યારે મધ્ય રાત્રીએ એક અજાણ્યો બાઇક ચાલક પોતાની બાઇક પેટ્રોલ પમ્પ પાસે આવેલા અંધારામાં પાર્ક કરીને પેટ્રોલ પમ્પમાં બાંકડા ઉપર ઊંઘી રહેલા પેટ્રોલ પમ્પના કર્મચારી ઉપર સ્પ્રે છાંટી બેભાન કરી નાખ્યો હતો. અને તેના પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂ 13 હજારની લૂંટ ચલાવી આરોપી ભાગી ગયો હતો. થોડા સમય બાદ પેટ્રોલ પમ્પના કર્મચારીને ભાન આવતા તેની સાથે કાંઈક અજુગતું થયું હોવાનું ધ્યાને આવતા તેને પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂપિયા ચેક કરતા કોઈ પેન્ટમાં બ્લેડ મારી રૂપિયા કાઢી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. તાત્કાલિક પેટ્રોલ પમ્પના મેનેજરને જાણ કરી CCTV ફૂટેજ ચેક કરાવતા એક અજાણ્યો ઈસમ કર્મચારીના મોઢા ઉપર સ્પે છાંટીને લૂંટ કરી ગયો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. પેટ્રોલ પમ્પના કર્મચારીએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરતા રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજ મેળવીને કર્મચારીનું નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…