છોટાઉદેપુર24 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા – ડભોઇ- બોડેલી નેશનલ હાઇવે ના 56 ઉપર આવેલી રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ બનાવવા માંગ મુખ્ય મંત્રીને પત્ર લખી રજુઆત
- ઓવરબ્રિજના અભાવે ટ્રાફિકની વિકટ સમસ્યા
- રાજ્ય સભાના સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી માગ કરી
છોટાઉદેપુર અને વડોદરાને જોડતો નેશનલ હાઇવે ન 56 ઉપર ડભોઇ- બોડેલી ખાતે આવેલી રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ બનાવવા રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે.જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ને વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલી પલાસ વાડા ફાટક ઉપર ટ્રાફિક જામની સમસ્યાને લઈને ભારે તકલીફ પડતી હોય જેથી ઓવરબ્રિજ બનાવવા માંગ ઉઠી છે.
મુખ્ય મંત્રીને લખેલ પત્રમાં રાજ્યસભા સાંસદે જણાવ્યું છે કે ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો સાથે તા 6/1/23ના રોજ અમદાવાદ ખાતે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે મુંબઇ સાથે ગુજરાત રેલવેના મહત્વના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વડોદરા – ડભોઇ – બોડેલી નેશનલ હાઇવે નંબર 56 ની વચ્ચે આવતી રેલવે ફાટકો ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક ન 20 છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની ઢોકલિયા ફાટક ન 65 આવેલી છે. જેની ઉપર ઓવર બ્રિજ બનાવવા ઘણા લાંબા સમયથી લોકો અને વાહન ચાલકો માંગણી કરી રહ્યા છે.
જે બાબતે સરકાર તરફથી ઓવર બ્રિજ બનાવવા હૈયા ધારણા આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી સરકાર તરફથી અને વેસ્ટર્ન રેલવે તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જે દુઃખદ બાબત છે. આ રોડની ફટકો ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર મુંબઈ તરફથી લેખિત જાણ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને ઓવર બ્રિજની કામગીરી ગુજરાત સરકાર અને બાંધકામ વિભાગ ગાંધીનગરને કરવાની થાય છે.
બે રાજ્ય ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો ધોરી માર્ગ ઉપર રોજના હજારો વાહનો પસાર થાય છે. અને ફાટક બંધ થતાં ટ્રાફિક જામ થઇ જાય છે. જે સમસ્યા કાયમ સર્જાય છે. ઇમરજન્સી સેવા હોસ્પિટલ લઈ જવતા દર્દીઓને પહોંચવામાં ભારે તકલીફ પડે છે. સમય નો બગાડ થાય છે. જેવી ઘણી બધી સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જેના કારણે ઓવર બ્રિજનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે એ અત્યંત જરૂરી છે.
મંજૂરી મળવા છતાં કામ થતુ નથી
જનરલ મેનેજર રેલવે તરફથી ઢોકલિયા બોડેલી રેલવે ફાટક ના 65 નો ઓવરબ્રિજ બનાવવા માટે ગુજરાત સરકાર અને વેસ્ટર્ન રેલવે ડિનર એમ વડોદરા તરફથી પણ તા 29/10/22 ના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવેલ છે. જેમાં પણ રાજ્ય સરકારના બાંધકામ વિભાગ તરફથી કરવાની મંજૂરી મળેલ છે. પરંતુ કોઈ કામગીરીની શરૂઆત કરવામાં આવી નથી. કામગીરી કેમ શરૂ થતી નથી. એ એક પ્રશ્ન છે.
.