વડોદરામાં 3 વર્ષની વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાતી ન હોવા છતાં યુનિયન ફી વસુલાતી હોવાનો વિદ્યાર્થી નેતાઓનો આક્ષેપ, આ વર્ષે ફી બમણી કરી દેવાઈ | Student leaders allege union fee is being collected in Vadodara despite not holding student union elections for 3 years, fee doubled this year

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Student Leaders Allege Union Fee Is Being Collected In Vadodara Despite Not Holding Student Union Elections For 3 Years, Fee Doubled This Year

વડોદરા4 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરા શહેરમાં છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ રહી નથી. તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી 50-50 વિદ્યાર્થી યુનિયનના ખર્ચ પેટે વસુલવામાં આવ્યા છે અને આ વર્ષે તો વિદ્યાર્થી દીઠ 100 રૂપિયા વસુલવામાં આવ્યા છે તેવા આક્ષેપો વિદ્યાર્થીઓ નેતાઓ કર્યાં છે.

ફી ઉઘરાવવાનું બંધ કરો
એબીવીપીના વિદ્યાર્થી નેતા ધ્રુવ પારેખે જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી થાય છે. એડમિશન વખતે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવાય છે. પરંતુ 3 વર્ષથી ચૂંટણી થઈ નથી, તો આ પૈસા ક્યાં વપરાયા છે, તેનો હિસાબ યુનિવર્સિટી સત્તાધિશોએ આપવો જોઇએ. કેટલા રૂપિયા કઇ ફેકલ્ટીમાં વાપર્યા તે જાહેર કરવું જોઇએ. અને રૂપિયા ઉઘરાવવામાં આવતા હોય તો વિદ્યાર્થી સંઘની ચૂંટણી થવી જોઇએ અને ચૂંટણી ન થતી હોવાથી આ ફી ઉઘરાવવાનું બંધ કરવું જોઇએ.

ફી કેમ ડબલ કરી ?
એજીએસયુના વિદ્યાર્થી નેતા જયેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 2023-24માં વિદ્યાર્થીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ 100 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. 2022-23માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઇ નથી. તેમ છતાં આ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ રૂપિયાનું શું થયું તેનો કોઇની પાસે જવાબ નથી. આ વખતે આ રૂપિયા ડબલ કોના કહેવાથી કરી દેવામાં આવ્યા તેનો જવાબ આપવો જોઇએ.

વિદ્યાર્થીઓની ઇવેન્ટમાં ફીના નાણા વપરાય છે
એમ.એસ.યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જરૂર પ્રમાણે ફીનો વધારો કરવામાં આવતો હોય છે. તે પ્રમાણે ફી વધારવામાં આવી છે. આ ફીમાં વિવિધ પ્રકારની વિદ્યાર્થીઓ માટે ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પણ આ ફીનો ઉપયોગ કરવામાં આવે છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *