- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- 3 year old Dies After Being Hit By Wrong side Tempo In Vadodara, Father Laments: It Was First Day In New Home, Son Couldn’t Come Home
વડોદરા29 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રોંગ સાઇડમાં બેફામ જઈ રહેલા ટેમ્પોચાલકે બાઈક સવાર પિતા અને ત્રણ વર્ષનાં માસૂમ બાળકને ફંગોળતા બાળકનું મોત નીપજ્યું હતું. પુત્રનું મોત થતાં સયાજી હોસ્પિટલમાં પિતાએ આક્રંદ કરતા જણાવ્યું હતું કે, અમારા નવા ઘરમાં ગૃહપ્રવેશના દિવસે જ મારા દીકરાનું મૃત્યું થયું છે. મારા દિકરાના સારા ભવિષ્ય માટે મકાન ખરીદ્યુ હતું, પરંતુ દિકરો અમારા નવા ઘરમાં પ્રવેશી જ ન શક્યો.
બાઈક પરથી પટકાતા બાળકને ગંભીર ઈજા પહોંચી
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા રબારીવાસમાં રહેતા સંજયભાઇ રાવલ ગઇકાલે તેમના 3 વર્ષના પુત્ર યુવરાજને લઇને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ભાયલી સ્મશાન પાસે રોંગ સાઇડ જઈ રહેલા ટેમ્પોચાલક વિપુલ રાવલે બાઇકને ટક્કર મારી હતી. જેથી 3 વર્ષનો યુવરાજ બાઇક પરથી નીચે પટકાયો હતો. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેના પિતા સંજયભાઇ પણ ઇજાગ્રસ્ત થયા હતા. યુવરાજને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપી વિપુલ રાવલની અટકાયત કરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.
પુત્રએ પિતા પાસે દુધ માંગ્યુ હતું
મૃતક બાળકના પિતા સંજયભાઇ રાવલ જણાવ્યું હતું કે, હું નોકરી પરથી છુટ્યો હતો અને મારી પાસે વ્હીકલ નહોતું. જેથી મારો મિત્ર મને રાણેશ્વર મુકવા માટે આવ્યો હતો. જ્યાં મારો ભાઇ મને લેવા માટે આવ્યો હતો અને મારો ભાઇ મારા દિકરા યુવરાજને લઇને આવ્યો હતો. હું અને મારો દિકરો બાઇક પર જતા હતા અને મારો ભાઇ વાનમાં બેસી ગયો હતો. હું અને મારો દિકરો સ્મશાન પાસે પહોંચ્યા, ત્યારે મારા દિકરાએ મારી પાસે દુધ માંગ્યુ હતું. એવામાં એક વાહનચાલક રોંગ સાઇટ આવ્યો હતો અને મારી બાઇકને ટક્કર મારી હતી. જેથી મારો દિકરો નીચે પટકાયો હતો અને હું પણ ઇજાગ્રસ્ત થયો હતો.
માસુમને 4 કલાક વેન્ટિલેટરમાં રાખ્યો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારો મિત્ર પાછળ આવતો હતો. તેની વાનમાં મારા દીકરાને તુરંત જ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેને 4 કલાક વેન્ટિલેટર પર રાખ્યો હતો, ત્યારબાદ સિટી સ્કેન માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
ગઇકાલે જ ગૃહપ્રવેશ કર્યો હતો
રડતા રડતા તેઓએ જણાવ્યું હતું કે, નિલામ્બર સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને ડ્રોમાં મકાન લાગ્યું હતું. અમે ગઇકાલે જ ગૃહપ્રવેશ કર્યો હતો, પરંતુ ગૃહપ્રવેશના દિવસે જ મારા દિકરાનું મોત થયું હતું. મારો દિકરો અમારા નવા ઘરમાં આવી શક્યો નહીં, તેનું મને ખૂબ દુઃખ છે. 17 નવેમ્બરના રોજ તેનો બર્થડે આવવાના હતો. અમને ન્યાય મળે તેવી અમારી માંગણી છે.
.