વડોદરા40 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં 13 વર્ષની વિદ્યાર્થિનીને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર નરાધમ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
અપહરણ કરીને દુષ્કર્મ આચર્યુ
વડોદરા શહેરના મારેઠા ગામમાં આવેલ ઇન્દિરા કોલોનીમાં રહેતા વિશાલ રમેશભાઇ રાઠોડિયાએ મકરપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલના ગેટ પાસે બોલાવી હતી અને ત્યાંથી બાઇક પર બેસાડીને અપહરણ કરી ગયો હતો અને લગ્નની લાલચ આપીને ઘાસવાળા ખુલ્લા ખેતરમાં દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યારબાદ વિદ્યાર્થિનીને તરસાલી વિસ્તારમાં આવેલ ગુરૂદ્વારા પાસે છોડી દીધી હતી.
વિદ્યાર્થિનીની માતાએ ફરિયાદ નોંધાવી
આ મામલે વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેની માતાને કરી હતી. જેથી તેની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ રાઠોડિયા સામે ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન.પરમાર કરી રહ્યા છે.
આરોપીની શોધખોળ
પીડિત વિદ્યાર્થિનીનો પરિવાર વડોદરામાં રહે છે અને આ પરિવાર મૂળ નડિયાદનો રહેવાસી છે. મકરપુરા પોલીસે આરોપી વિશાલ રાઠોડિયાની સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
.