ભરૂચ15 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોસમડી નજીક શનિવારે મોડી રાતે વલણથી ધુલિયા કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક લઈ જવાતી 19 ભેંસોને લોકોએ બચાવી પોલીસને જાણ કરી હતી.

જીઆઇડીસી પોલીસનો સ્ટાફ શનિવારે નાઈટ પેટ્રોલિંગમાં હતો. રાતે 12.30 કલાકે મેસેજ મળ્યો હતો કે કોસમડી રોડ પર લોકોએ કન્ટેનરમાં ગેટકાયદે લઈ જવાતી ભેંસો પકડી છે. સ્થળ પર કન્ટેનર, ડ્રાઈવર, ક્લિનર અને અન્ય એક શખ્સ સાથે ટોળા ભેગા થયા હતા. પોલીસે સ્થળ પર પોહચતા જીજે 27 ટીડી 1414 બંધ બોડીના કન્ટેનરમાં ખાના પાડી પાછળના ભાગે પાટિયા લગાવ્યા હતા.
જે પાટિયા અને દોરડા ખોલતા અંદર 19 ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી મળી આવી હતી. ગુજરાતથી મહારાષ્ટ્ર પશુઓની હેરફેર માટે પરવાનગી, પરમીટ ન હોવા સાથે પશુ ઘાતકી અને ક્રુરતા નિવારણ એક્ટ મુજબ વલણથી ભેંસો ભરાવનાર મિનહાજ યાકુબ દરવેજ, ડ્રાઈવર – ક્લીનર પાલેજ અને વલણના અલ્તાફ ફિરોજ દિવાન તેમજ મુસ્તુફા સલીમ પટેલની ધરપકડ કરાઈ હતી. પોલીસે 19 ભેંસો, કન્ટેનર અને બે મોબાઈલ મળી કુલ ₹8.84 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.